ગાંધીનગર-વર્તમાન ન્યૂઝ.કોમ
રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે એસ. કે. લાંગા મામલે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પોસ્ટરો લઈ ન્યાયિક તપાસ થાય તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મામલો ઉગ્રબન્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્યોએ આ સમગ્ર મામલે તપાસની માંગણી કરી હતી.
ગુજરાત વિધાનસભામાં ત્રિ-દિવસીય ચોમાસું સત્રનો આજે બીજો દિવસ છે, ત્યારે વિધાનસભામાં બેઠક શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા જમીન કૌભાંડ મામલે "વિજયભાઈએ વેચી જમીન ભૂપેન્દ્રભાઈએ આપી મંજૂરી 20,000 કરોડમાં કોના કેટલો ભાગ" જેવા સૂત્રો સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા વિધાનસભાનાં પગથિયાં પર પોસ્ટરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા કેસમાં 20 હજાર કરોડનું જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે. તેની ન્યાયિક તપાસ થાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
• Share •