Page Views: 2465

અદાણી વિન્ડને ભારતની સૌથી મોટી ટર્બાઇન તરીકેનું પ્રમાણપત્ર

વૈશ્વિક ધોરણો અનુસરતા પરીક્ષણો અને ચકાસણી બાદ અપાઈ માન્યતા

અમદાવાદ: વર્તમાન ન્યૂઝ.કોમ

અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ના પવન ઉર્જા ઉકેલ વિભાગ અદાણી વિન્ડે જાહેરાત કરી છે કે તેના 5.2 MW વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG)ને WindGuard GmBH તરફથી ભારતનાં સૌથી મોટા વિન્ડ ટર્બાઇન હોવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર અદાણી વિન્ડને વૈશ્વિક બજારો માટે ઉર્જા ઉત્પાદન કરવા વધુ સક્ષમ બનાવે છે. રિન્યુએબલ એનર્જી એપ્લીકેશન્સ (IECRE) માં વપરાતા ઈક્વીપમેન્ટસને પ્રમાણિત કરતી IEC સિસ્ટમનું પ્રમાણપત્ર અદાણી વિન્ડ 5.2 MW WTGની ઉચ્ચ ગુણવત્તા અને આંતરરાષ્ટ્રીય સ્તરની સલામતીના ધોરણો અનુસરતા હોવાની માન્યતા પ્રદાન કરે છે.

આ પ્રમાણપત્ર અદાણી WTGની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત IEC 61400 શ્રેણીના ધોરણો અને ડિઝાઇન, પરીક્ષણ અને ઉત્પાદન માટેના નિયમો સાથે સુસંગતતાને સ્વીકારે છે. વિન્ડગાર્ડે WTG પ્રોટોટાઇપનું પરીક્ષણ ગુજરાતના મુંદ્રા ખાતે તેના ઇન્સ્ટોલેશનના સ્થળે કર્યું હતું.

અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર વિનીત જૈને જણાવ્યું હતું કે, “ટાઈપ સર્ટિફિકેટ લેવલાઇઝ્ડ કોસ્ટ ઓફ એનર્જી (LCOE)ને ઘટાડવા માટે બનાવવામાં આવેલ અમારા 5.2 MW WTG પ્લેટફોર્મની ગુણવત્તા અને મજબૂતઈને પુનઃપુષ્ટ કરે છે. આ પ્રમાણપત્ર ભારતને રિન્યુએબલ ઈક્વીપમેન્ટસના વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાના અમારા પ્રયાસને પ્રોત્સાહન આપે છે. કાર્યક્ષમ અર્થતંત્ર અને સ્થિતિસ્થાપક ગ્લોબલ સપ્લાય ચેઈન ધરાવતું ભારત એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. અમે ભારતમાં બનેલી ઉચ્ચ-ઉપજવાળી નેક્સ્ટ જનરેશન વિન્ડ ટર્બાઇન્સનો પોર્ટફોલિયો બનાવવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને વૈશ્વિક પવન ઉર્જાની માંગને પહોંચી વળવા માટે સારી રીતે તૈયાર છીએ."

અદાણી વિન્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) મિલિંદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, “આ પ્રમાણપત્ર પવન ઉર્જા પ્લાન્ટના ઉચ્ચ વાર્ષિક ઉર્જા ઉત્પાદન (AEP)ને સક્ષમ કરવા અને ગ્રાહકો માટે નફાકારકતા વધારવાના અમારા R&D પ્રયાસોનું પ્રમાણપત્ર છે. અમે અમારી ટીમની પ્રતિબદ્ધતા તેમજ તમામ માટે સસ્તો, ભરોસાપાત્ર અને ટકાઉ પાવર ફોર ઓલ ઉપલબ્ધ કરાવવા બદલ આભાર માનીએ છીએ.”

અદાણી વિન્ડની 5.2 મેગાવોટની વિન્ડ ટર્બાઇન 20,106 ચોરસ મીટરના સ્વીપ વિસ્તાર અને 200 મીટરની ટોચની ઊંચાઈ સાથે 160 મીટરના રોટર વ્યાસ ધરાવે છે, જે તેને વિશ્વની સૌથી શક્તિશાળી ઓનશોર વિન્ડ ટર્બાઇન બનાવે છે. 5.2 MW WTG અદાણી વિન્ડને W2E વિન્ડ ટુ એનર્જી GmbH, જર્મનીના સહયોગથી વિકસાવવામાં આવી છે.

અદાણી વિન્ડ વિશે

અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) નો પવન ઊર્જા ઉકેલ વિભાગ અદાણી વિન્ડ, વૈશ્વિક સ્તરે સ્વચ્છ ઊર્જા સંક્રમણને સક્ષમ કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની પાસે ગુજરાતના મુન્દ્રા ખાતે વિન્ડ ટર્બાઇન જનરેટર્સ (WTG) માટે સંકલિત ઉત્પાદન ઇકોસિસ્ટમ છે. બ્લેડ મેન્યુફેક્ચરિંગ યુનિટ અને નેસેલ અને હબ એસેમ્બલી યુનિટ, જે મુંદ્રા પોર્ટની નજીક સ્થિત અદાણી વિન્ડ વ્યૂહાત્મક રીતે અદાણી વિન્ડને કાર્યક્ષમ અને ખર્ચ અસરકારક એમ બંનેનો લાભ આપે છે.

અદાણી વિન્ડ અગ્રણી વૈશ્વિક વિન્ડ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) બનવાની ખેવના રાખે છે અને મુંદ્રા સુવિધાને 5 GW સુધી વધારી રહી છે. ઇન-હાઉસ R&D ટીમ અને અગ્રણી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ સાથે ટેક્નોલોજી સહયોગ દ્વારા અદાણી વિન્ડ ટેક્નોલોજી અદ્યતન નેક્સ્ટ જનરેશન ટર્બાઇન વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અદાણી વિન્ડ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં તમામ વિન્ડ એનર્જી માટે યોગ્ય વૈવિધ્યસભર ઉત્પાદન પોર્ટફોલિયો વિસ્તારી અને બનાવી રહી છે. કંપનીએ 5.2 મેગાવોટની રેટેડ ક્ષમતા અને 160 મીટરના રોટર વ્યાસ સાથે વિશ્વનું સૌથી શક્તિશાળી WTG વિકસાવ્યું છે. અદાણી વિન્ડ સ્વચ્છ અને હરિયાળી પૃથ્વી માટે પવન ઉર્જા ઉકેલો બનાવી રહી છે.

અનિલ ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિશે

અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ. (ANIL), અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, જે ટકાઉ ઇંધણથી જૂથની ઊર્જા ઉત્પાદન વિકસાવવાની પહેલમાં મોખરે છે. તે ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા અને વૈશ્વિક સ્તરે ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યોને સક્ષમ કરવા સમર્પિત છે. ANIL સંપૂર્ણ સંકલિત મૂલ્ય શૃંખલા વિકસાવવાની તેની વ્યૂહરચનાના ભાગરૂપે ગુજરાતના મુન્દ્રા ખાતે ભારતની સૌથી વધુ વ્યાપક અને અત્યાધુનિક નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે. ANIL વૈશ્વિક સ્તરે ગ્રીન હાઇડ્રોજન અને તેની સાથે સંકળાયેલ ટકાઉ ડેરિવેટ્સનું ઉત્પાદન કરવા એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ વિકસાવી રહી છે. કંપની સૌ માટે સસ્તી અને ટકાઉ ઉર્જા પ્રદાન કરવાના અનુસંધાનમાં ભાવિ ટેક્નોલોજીને અનુકૂલ અને સંવર્ધન કરી રહી છે.