સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરત આવકવેરા વિભાગની અલગ અલગ ટીમો દ્વારા શહેરના જાણીતા જ્વેલર્સ સહિત ત્રણ જૂથ પર સવારથી જ સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમા જાણીતા જ્વેલર્સ કાંતિલાલ જ્વેલર્સ સહિત પાર્થ ગ્રુપ અને અક્ષર ગ્રુપમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જ આ બન્ને જુથનેત્યાંથી જમીનો અને જ્વેલરીને લગતા થોકબંધ દસ્તાવેજો હાથ લાગ્યા છે. આવકવેરા વિભાગના 100થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓએ આજે સવારથી જ આ ત્રણેય જૂથની 35થી વધારે પ્રિમાઇસીસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કાંતિલાલ જ્વેલર્સ સહિતના અન્ય ગ્રુપો પરની તપાસનો દૌર રાજકોટ સુધી લંબાયો છે અને રાજકોટમાં આવેલા અન્ય બે ગ્રુપોને પણ ઝપટમાં લેવામાં આવ્યા છે. ટુંકમાં આજે સવારથી જ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ રાજકોટમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરત અને રાજકોટની આ તપાસમાં આવકવેરા વિભાગને મોટા પ્રમાણમાં બે નંબરી વ્યવહારો અંગેની વિગતો હાથ લાગવાની સંભાવના છે.
• Share •