સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા આધેડે પોતાની શિક્ષિકા પત્નીનું ગળું કાપીને તેની હત્યા કર્યા બાદ પતિએ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં રહેતા 55 વર્ષીય રાજુભાઈ રામચંદ્ર આઘારકરે તેની પત્ની 47 વર્ષીય શૈલાબેનની હત્યા કરી નાખી હતી. પતિએ આજે પત્નીને ચપ્પુના ઘા ઝીકી ગળું કાપીને હત્યા કરી હતી અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ ચકચારી બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યા જાણવા મળ્યું હતું કે પતિએ હત્યા કરનાર મૃતક પત્ની શૈલાબેન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મહિલા શિક્ષિકા તરીકે સેવા બજાવતાં હતાં, જ્યારે તેના પતિ રાજુભાઈ છેલ્લા ઘણા સમયથી કોઈ જ કામધંધો કરતા ન હતા અને માનસિક બીમાર હોવાનું જાણવા મળ્યું હતું. રાજુ આધારકર છેલ્લા કેટલાય સમયથી કોઇ કામ ધંધો કરતો ન હોવાથી તે માનસિક રીતે અસ્થિર રહેતો હતો. સાથો સાથ તેની બેકારીને કારણે ઘર કંકાસ થતો હતો અને આ કંકાસમાં જ તેણે પત્નીની હત્યા કરીને આત્મહત્યા કરી લીધી હતી.
• Share •