ગાંધીનગર-વર્તમાન ન્યૂઝ.કોમ
હાલમાં સમગ્ર રાજ્યમાં સાળંગપુર હનુમાન પ્રતિમાના તિલક અને તેની નીચે લગાવાયેલા ભીત ચિત્રોને લઇ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે આપેલા નિવેદનનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં ફતેસિંહ ચૌહાણ એવુ કહી રહ્યા છે કે, સ્વામિનારાયણ સંસ્થા એ પૈસા ભેગા કરવાની સંસ્થા છે. અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે અને તેમના સંતોના વ્યભિચારના સમાચારો રોજે રોજ છપાતા રહે છે. એક વખત હું સોખડા ગયો હતો ત્યાં મે સત્સંગીઓને કહ્યું હતું કે, તમે સદગુરૂમાં માનો છો સ્વામિનારાયણ એ સંસ્થા બની ગઇ છે જેમાં રૂપિયાને જ મહત્વ આપવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના કાલોલના ધારાસભ્યનો આ વિડીયો હાલમાં સોસિયલ મિડીયાના તમામ પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે અને તેના કારણે વિવાદ વધારે વકરવાની સંભાવના છે.
• Share •