સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરતમાં પાલક પિતા સાથે રહેતી 19 વર્ષની યુવતીને બ્લેક મેઇલ કરીને તેનું શારિરીક શોષણ કરવાનો પ્રયાસ કરનારા નરાધમને પોલીસે ઝડપી લઇ લોકઅપના હવાલે કર્યો છે. પોલીસે હાલમાં આ હવસખોરની પુછપરછ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, સુરતના લીંબાયત મીઠીખાડી વિસ્તારમાં રહેતી 19 વર્ષીય રોશની ( નામ બદલ્યું છે ) ની 40 વર્ષીય વિધવા માતાએ વર્ષ 2019 માં મૂળ આણંદ ખંભાતના આંબાખાડ રોડના વતની પ્રેમલ ઉર્ફે ચકો જયંતીભાઇ ડુલેરા ( ઉ.વ.30 ) સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.ત્યાર બાદ પ્રેમલ તેમની સાથે જ રહેવા માંડયો હતો.રોશની છેલ્લા કેટલાક સમયથી ઇન્સ્ટાગ્રામ ઉપર એક યુવાનના સંપર્કમાં હતી અને તેની સાથે વાત કરતી હતી.આ અંગે તેની માતાને જાણ નહોતી.પરંતુ તેના પાલક પિતા પ્રેમલને આ વાતની જાણ થઈ હતી.આથી પ્રેમલ પત્નીની ગેરહાજરીમાં રોશની સાથે છૂટછાટ લેવા માંડયો હતો તેમજ અડપલા પણ કરતો હતો.પખવાડીયા અગાઉ રોશની નોકરી પર હતી ત્યારે પ્રેમલે તેને ફોન કરી તે ઈન્સ્ટાગ્રામ પર યુવાન સાથે વાત કરે છે તે વાતની જાણ માતાને નહીં થાય તે માટે ન્યુડ વિડીયો બનાવી મોકલવા કહેતા રોશનીએ ના પાડી હતી. પ્રેમલે ત્યારે ધમકી આપી હતી કે અગર તું ન્યુડ વિડીયો બના કે નહીં મોકલે તો મેં ઝહર ખા લૂંગા ઓર તુજે ઓર તેરી માં કો પુલીસ કેસમેં ફસા દૂંગા.આથી ગભરાયેલી રોશનીએ પોતાના ત્રણ ન્યુડ વિડીયો બનાવી અને ફોટા પાડી પાલક પિતાને મોકલ્યા હતા.ગત 23 મી ના રોજ પ્રેમલે પત્નીની ગેરહાજરીમાં રોશની પાસે અઘટિત માંગણી કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો.આ અંગે રોશનીએ છેવટે માતાને જાણ કર્યા બાદ ગતરોજ પાલક પિતા વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા પ્રેમલની ધરપકડ કરી હતી. પાલક પિતા તરીકેની ફરજ ચુકી અને પુત્રી ઉપર નજર બગાડનારા પ્રેમલની હાલમાં પુછપરછ કરવામાં આવી રહી છે.
• Share •