સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
આજ રોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ-12 H.S.C. (સામાન્ય પ્રવાહ) ના જાહેર થયેલ પરિણામમાં પી.પી. સવાણી સ્કૂલના 09 વિધાર્થીઓએ A1 ગ્રેડ અને 74 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ રોશન કર્યું છે.
આ તબક્કે દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણી તથા મંત્રીશ્રી હર્ષદભાઈ રાજ્યગુરૂ દ્વારા તેમના આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને આગામી સમયમાં ઉચ્ચ અભ્યાસમાં ખૂબ સારી એવી સફળતાઓ મેળવી તેમના સપનાઓ સાકાર થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી. ઉત્તિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી શાળાના વિદ્યાર્થીઓ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.
પ્રજાપતિ પ્રગતિ દિપકભાઈ: 712/750 માર્કસ,
ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ : A1 ગ્રેડ 94.93%
વતન : વણોટ અમરેલી જિલ્લો
સુરત રહેઠાણ: 164, ધરમ નગર, શારદા વિહારની સામે, એ.કે. રોડ, સુરત
માતા – ઘરકામ
પિતા વ્યવસાય : LIC એજન્ટ
ભાઈ: પી. પી. સવાણી (હાલ ધોરણ 9 મા)
સપનું: CA બનવાનું
• Share •