Page Views: 1970

આપણે હંમેશા ધરતી માતા અને આપણી આસપાસના લોકો પાસેથી કઈક શીખતા રહેવું જોઇયે: ગોવિંદકાકા

દુનિયામાં તમે જે પરીવર્તન જોવા માંગો છે તેને પોતાના ઘરેથી જ શરૂ કરવું : અગ્રણી ડાયમંડ કંપની SRKએ પ્રથમ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવનું કરેલ આયોજન

સુરત:વર્તમાન ન્યૂઝ.કોમ

આજ રોજ શનિવાર, તા. 20 મે 2023 ના રોજ અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટની કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK) એ સુરત, ગુજરાતમાં ‘SRK સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ 2023’નું આયોજન કર્યું હતું. જેમાં નેચરલ ડાયમંડ કાઉન્સીલ (NDC) અને ધ સધર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) સપોર્ટિંગ પાર્ટનર તરીકે જ્યારે ગ્લોબલ નેટવર્ક ફોર જીરો (GNFZ) નોલેજ પાર્ટનર હતા.

આ કોન્ક્લેવની થીમ “Rethinking Corporate Climate Action”, માં દેશના લીડર્સે કેવી રીતે વિકાસની સ્થિતિને જાળવી રાખીને સસ્ટેનિબિલિટી, ગ્રીન બિલ્ડિંગ, નેટ ઝીરો, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જેવા મહત્વના વિષયો ઉપર ચર્ચા કરી હતી અને સાથે સાથે કલાઈમેટ ચેન્જના કારણે ઉદ્યોગ, સરકાર અને સમાજ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓને શ્રેષ્ઠ રીતે કેવી રીતે હેન્ડલ કરવી તેની ઉપર પણ ચર્ચા કરી હતી. ધ ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો ના પ્રેસિડેન્ટ અને CEO મહેશ રામાનુજમ મુખ્ય વકતાઓમાના એક હતા જેમણે ભારતીય બિસનેસોને સસ્ટેનેબલ બનવા પાછળના તેમના ઈરાદાઓ અને તે ઈરાદાઓને પાર પાડવા તેમના દ્વારા કરવામાં આવતા કર્યોની વચ્ચે જે તફાવત છે તેના ઉપર ચર્ચા કરી હતી. આ ઉપરાંત SRK જે રીતે આગળ વધી રહી છે તેની પ્રશંસા કરી હતી અને બીજા બિસનેસોએ પણ તેમાથી પપ્રેરાઈ આગળ વધવું જોઈએનો મેસેજ આપ્યો હતો. ભરપુર અને ઉપયોગી માહિતીઓ વાળા આ કોન્ક્લેવમાં ઉદયપુરના પ્રિન્સ અને HRH ગ્રુપ ઓફ હોટેલ્સના મેનેજિંગ ડાઇરેક્ટર HE લક્ષ્યરાજ સિંહ મેવાડા ડીકાર્બોનાઇઝેશન માટે વ્યૂહરચનાઓ કેવી રીતે બનાવી તે વિષય ઉપર ચર્ચા કરી હતી, જ્યારે આધુનિક ટેકનૉલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે કલાઇમેટ ડીસાસ્ટર નો સામનો કરી શકાય તે વિષે પ્રો. રજત મોનાએ જણાવ્યુ હતું. વધુમાં જણાવતા તે કહે છે કે, “જો ભારતનો દરેક વ્યક્તિ દર 6 માહિનામાં એક વૃક્ષ વાવી તેની માવજત કરે તો આપણી પાસે દર વર્ષે 284 કરોડ વૃક્ષોના વિકાસમાં યોગદાન આપવાની ક્ષમતા છે. તો ચાલો આપણે આ સંકલ્પની આજથી જ શરૂઆત કરીને આપણા પર્યાવરણને નુકશાન થતું બચાવવા માટે સામૂહિક પ્રયાસ કરીયે. આ કોન્ક્લેવમાં 2 પેનલ ડિસ્કશન પણ હતા જેમાં હાજર પેનાલિસ્ટોએ ડેટાનો યોગ્ય ઉપયોગ અને સસ્ટેનેબિલિટીને સમજાવવા માટે સ્ટોરીટેલિંગ કેટલું મહત્વનું છે તથા કોર્પોરેશન માટે સસ્ટેનેબિલિટી ઉપર વિચાર કરી તે દિશામાં યોગ્ય પગલાં લેવા કેટલા જરૂરી છે તેના ઉપર અરસ પારસ વાત કરી હતી. SRK સસ્ટેનેબલ પ્રેક્ટિસમાં તેના નેતૃત્વ માટે સારી રીતે માનવામાં આવે છે અને 2024 સુધીમાં તેની બંને ડાયમંડ ક્રાફટિંગ ફેસીલીટી માટે નેટ ઝીરો બનવા સક્ષમ છે, જે ઈન્ડિયા અથવા કોઈપણ ઇંડિયન MNC કરતાં છ વર્ષ પહેલાનું વચન છે. કોન્ક્લેવમાં “Pure Impact”  નામનો પ્રિવ્યૂ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં SRKની સસ્ટેનબિલિટી ઇવોલ્યુશનની હિસ્ટ્રી, સ્થાનિક અને વૈશ્વિક પરોપકારી પ્રયાસો પર ઊંડાણપૂર્વકનો દેખાવ, તેમની સસ્ટેનબિલિટી પર વિગતવાર અપડેટ્સની સાથે ઉદ્યોગના અગ્રણી કર્મચારી લાભો અને કાર્યસ્થળનો અનુભવ કે જેણે તેમને તેમના લોકોને ઘણું બધું પાછું આપવાની મંજૂરી આપી છે, અને 1% એટ્રિશન રેટને જાળવી રાખવાની મંજૂરી આપી છે જેવી વિગતોનો સમાવેશ થાય છે. ગોવિંદકાકાએ તેમની સ્પીચ દરમિયાન જણાવ્યુ કે,  “આપણે સૌએ આપણી પૃથ્વી અને એકબીજા પાસેથી ઘણું શીખવું જોઈએ. હું હંમેશા મારા SRK ફેમિલી મેમ્બર્સને કહું છું કે હું પૃથ્વીને કેવી રીતે સુધારી શકું તેના વિષે હંમેશા જ્ઞાન મેળવતો રહીશ, મારી એ જિજ્ઞાસાને હું કાયમ માટે જાળવી રાખીશ, અને હું મારા છેલ્લા શ્વાસ સુધી વિદ્યાર્થી જ રહીશ.” જેમ જેમ બિસનેસોના લીડર્સ આવી રીતે ભેગા થતાં રહે તે દર્શાવે છે કે સસ્ટેનેબિલિટી ફક્ત એક શબ્દ નથી પરંતુ ભવિષ્યની સફળતા માટે ખૂબ જ જરૂરી મુદ્દો છે. 

SRK સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ 2023નું રેકોર્ડિંગ અહીં જોવા માટે આ લિંક ક્લિક કરો....

https://www.youtube.com/live/S-mBKcxkVAE?feature=share