Page Views: 28451

સુરતીઓ આ સ્થળે પિત્ઝા ખાતા પહેલા ચેતજો ચીઝ માયોનીઝના સેમ્પલ ફેઇલ

પોશ વિસ્તારના આ છ નાસ્તાવાળા સામે આરોગ્ય વિભાગ દ્વારા પગલા ભરાશે

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરત શહેરમાં ખાદ્ય સામગ્રી વેચનારા દ્વારા ગુણવત્તા યુક્ત ખોરાક વેંચવામાં આવતો ન હોવાનું વધુ એક વખત સામે આવ્યુ છે. શહેરના પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અને પાલ જેવા વિસ્તારોના પિત્ઝા સેન્ટરોમાં ચીઝ અને માયોનીઝની ગુણવત્તા ધારા ધોરણ પ્રમાણે ન હોવાનું સુરતના આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યુ છે. આ તમામ સામે હવે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાયદેસર પગલા ભરવામાં આવશે. સુરતીઓએ બહારનું ખાવાનો ચટકો ઓછો કરીને આવા બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી વેંચનારાથી ચેતવા જેવુ છે. જે પિત્ઝા સેન્ટરોના ચીઝ અને માયોનીઝના સેમ્પલો ફેઇલ ગયા છે તેની યાદી આ પ્રમાણે છે.

ક્રમ

સંસ્થાનું નામ

સંસ્થાનુ સરનામું

સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડ (પિઝા હટ)

શોપનો યુ-૫ થી યુ-૭ અને યુબી-૨૦ થી યુબી-૨૩, અપર ગ્રાઉન્ડ ફ્લોર, ત્રિભોવન કોમ્પ્લેક્સ, ઘોડ દોડ રોડ, સુરત

દેવ હોસ્પિટાલિટી (લા-પીનોઝ પીઝા)

જી-૯૪/૯૫, રાજ હાર્મની, ઉગત કેનાલ રોડ, પાલનપોર, સુરત

પ્રેરણા હોસ્પિટાલિટી

(કે.એસ. ચારકોલ)

૩૭-એ/ગંગા હાઉસ, પ્લોટ ૩૪, ઇસ્કોન મોલની બાજુમાં, પીપલોદ, સુરત.

ડેન્સ પિઝા

૫-૬, અપર ગ્રાઉન્ડ ફ્લોર, વેલેન્ટિના બિઝનેસ હબ, એલ.પી. સવાણી રોડ, અડાજણ, સુરત

ગુજ્જુ કાફે

દુકાન નંબર-૧૯, ટાઇમ્સ ગેલેક્સી, એન.આર. ડી - માર્ટ, જહાંગીરાબાદ, સુરત

જુબિલિયન્ટ ફૂડ વર્ક્સ લિ.

(ડોમિનોસ પિઝા)

 દુકાન નંબર ૧, થી ૫, ગ્રાઉન્ડ ફ્લોર, ઇ સ્પેસ, ભગવાન મહાવીર કોલેજ પાસે, વીઆઇપી રોડ, ભરથાણા (વેસુ) સુરત