Page Views: 4616

કાળઝાળ ગરમીમાં શુક્રવારે ખટોદરા-વેસુ અને લિંબાયત વિસ્તારમાં પાણી કાપ

હાઇડ્રોલિક વિભાગ દ્વારા આંજણા એસટીપીના મેઇન ગેટ પાસે નવી લાઇનનું જોડાણ કરવાનું હોવાથી પાણી કાપ મુકાશે

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

 સુરતના શહેરીજનોને સુરત મહાનગરપાલિકા ધ્વારા ઉનાળાના દિવસોમાં પાણી કાપની ભેટ આપવામાં આવી છે.  સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ ધ્વારા આંજણા એસ.ટી.પી.ના મેઈન ગેટ પાસે સરથાણા વોટર વર્કસથી આવતી ૧૬ર૬ મી.મી. વ્યાસની એમ.એસ. નળીકા પરથી નવસારી બજાર જળવિતરણ મથક રાજશ્રી સુધી નવી નાંખવામાં આવેલ ૧૩ર૧ મી.મી. વ્યાસની એમ.એસ. ટ્રાન્સમીશન નળીકા સાથે જોડાણ કરવાની અગત્યની કામગીરી તા.૧૯/૦પ/ર૦ર૩ શુક|વારના રોજ સવારે ૮:૦૦ કલાક થી હાથ ધરવામાં આવનાર છે. જે માટે સરથાણા વોટર વર્કસથી આવતી ૧૬ર૬ મી.મી. વ્યાસની એમ.એસ. નળીકા બંધ રહેનાર હોય જે કારણોસર વિવિધ જળવિતરણ મથકની અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓ ભરી શકાય તેમ નથી. જેના કારણે વિવિધ ઝોનના જળવિતરણ મથકો દ્વારા સીધા બુસ્ટિંગ તેમજ ઓવરહેડ ટાંકીઓ દ્વારા અપાતો નિયમિત પાણી પુરવઠો નીચે દર્શાવેલ પાર્ટ વિસ્તારોમાં તા.૧૯/૦પ/ર૦ર૩ શુક|વારના રોજ પાણી પુરવઠો પૂરો પડી શકાય તેમ નથી. જે અંતર્ગત સાઉથ(ઉધના) ઝોન-એ (ખટોદરા જળવિતરણ મથક ખાતેથી આપવામાં આવતો ખટોદરા જી.આઈ.ડી.સી. નો વિસ્તારનો સંપૂર્ણ સપ્લાય), સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોન (ડુંભાલ જળવિતરણ મથક ખાતેથી આપવામાં આવતા સાંજનો સપ્લાયમાં સમાવિષ્ટ ટી.પી. સ્કીમ નં. ૪૦ (લિંબાયત-ડીંડોલી) ના લિંબાયત, નીલગીરી સર્કલનો આજુબાજુનો વિસ્તાર, મહાપ્રભુનગર સર્વે ૧ અને ર, જવાહર નગર, સંજય નગર, શ્રીનાથજી નગર ૧, ર, ૩ અને ૪, ત્રિકમ નગર, રામેશ્વર નગર, રેલ્વે ફાટક પાસેનો વિસ્તાર, સાંઈપુજન રેસીડેન્સી વિગેરે તથા ટી.પી. સ્કીમ નં. ૪૧ (ડીંડોલી) નવાગામમાં સમાવિષ્ટ શિવહીરાનગર, ખોડીયારનગર, સીતારામનગર, નંદનવન, વિગેરે તથા તેની આસપાસની સોસાયટી / વિસ્તાર અને સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનના ખટોદરા જળવિતરણ મથક ખાતેથી આપવામાં આવતા સીવીલ હોસ્પિટલનો સંપૂર્ણ સપ્લાય, વેસુ-૧ જળ વિતરણ મથક:- સવારનો સપ્લાય:-  વેસુ-૧ જળ વિતરણ મથકથી C.D.Goenka કેનાલ રોડ સુધીનો  રત્નરાજ, હેગડેવાર, રોયલ પેરાડાઈઝ, સુર્યા હેરીટેજ, ઇકો ગાર્ડેન વિગેરે વિસ્તાર, વેસુ-૧ જળ વિતરણ મથક:- બપોરનો સપ્લાય:- ઓવરહેડ ટાંકી ESR-8 ના નેટવર્કનો સુમન શૈલ, વેસુ ગામતળ, શોમેશ્વરા ચોકડી, સુડાભવન, કૃષ્ણધામ, દેવદર્શન, સિધ્ધિ રો હાઉસ, વેસુ ગામતળ, રત્ન જયોતિ, સોહમ હાઈટસ, ગૌતમ બુધ્ધ નગર અને સદર સોસાયટીઓનો આજુબાજુનો વિસ્તાર, વેસુ-ર જળ વિતરણ મથક:- સવારનો સપ્લાય:-  સુમન સતાર, હાઈ ટેક એવન્યુ, એલ એન્ડ ટી બેચરલ હોસ્ટેલ, નંદીની-૩, વાસ્તુગ્રામ ચોકડી વિગેરે અને તેની આજુબાજુનો વિસ્તાર, વેસુ-ર જળ વિતરણ મથક:- સાંજનો સપ્લાય:-  ઓવરહેડ ટાંકી ESR-6A ના નેટવર્કના શ્યામ પેલેસ, શૃંગાર રેસીડેન્સી, નંદની-૧, ર, નંદનવન-૩, સંગાથ રેસીડેન્સી, સ્ટાર ગેલેક્ષી, એલ એન્ડ ટી કોલોની, ઓ.એન.જી.સી. ફેઇઝ-ર, ફોઈનીક્ષા, ફલોરન્સ, ક્રિસ્ટલ પેલેસની આજુબાજુનો વિસ્તાર, ભિમરાડ જળવિતરણ મથક:- બપોરનો સપ્લાય:- ટી.પી. ૪૩ (ભિમરાડ),ટી.પી. ૪ર (ભિમરાડ-સુડા) અને ડ્રીમ સીટી ખજોદ, ભિમરાડ ગામ, સરસાણા ગામનો વિસ્તાર, ડુમસ જળ વિતરણ મથક :- સવારનો સપ્લાય:- ઓવરહેડ ટાંકી ESR-15 ના નેટવર્કનો ગવીયર, ડુમસ, કાદી ફળીયા, સુલતાનાબાદ, ભીમપોર ગામતળ વિસ્તાર તથા સેટેલાઈટ બંગલો, અવધ ઉટોપીયા, એરપોર્ટ  અને તેની આજુબાજુનો વિસ્તાર, ડુમસ જળ વિતરણ મથક :- સવારનો સપ્લાય:- ઓવરહેડ ટાંકી ESR-12 ના નેટવર્કનો અવધ કોપરસ્ટોન, અવધ કેરોલીના, વીકેન્ડ એડ્રેસ, મેરીઓન રેસીડેન્સી, અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ, અને તેની આજુબાજુનો વિસ્તાર વિગેરે તેમજ તા.૨૦/૦પ/ર૦ર૩ શનિવારના રોજ પણ ઉકત મુજબના વિસ્તારોમાં અને અલથાણ જળ વિતરણ મથક :- સવારનો સપ્લાય:- અલથાણ ગામતળ, ભટાર, ગોકુલ નગર, તડકેશ્વર નગર, ન્યુ સીટી લાઈટ તથા આજુબાજુના વિસ્તાર તેમજ ટી.પી. ૩૭ (અલથાણ દક્ષિાણ) નો વિસ્તાર, ભીમરાડ જળવિતરણ મથક:- બપોરનો સપ્લાય:- ટી.પી. ૪૩ (ભિમરાડ),ટી.પી. ૪ર (ભિમરાડ-સુડા) અને ડ્રીમ સીટી ખજોદ, ભિમરાડ ગામ, સરસાણા ગામનો વિસ્તાર, વેસુ આભવા જળવિતરણ મથક :- સવારનો સપ્લાય:- આભવા ગામ, ટી.પી. ૭પ, ટી.પી. ર૬, વેસુ આભવા કેનાલ રોડ, બ્લોસમ સોસાયટી, મંગલમ સોસાયટી વિગેરે તથા આજુબાજુના વિસ્તાર, ખટોદરા જળવિતરણ મથક :- સવારનો સપ્લાય:- અંબા નગર, ગાંધી કુટીર, આનંદ મંગલ, સુમંગલ સોસાયટી, જે.પી. પાર્ક, એસ.કે. ઇન્ડસ્ટ્રી, રાધા કિષ્ના ઇન્ડસ્ટ્રી તથા તેની સંલગ્ન વિસ્તારમાં પાણી પુરવઠો અંશત: અવરોધાય/ ઓછા પ્રેશરથી/ઓછા સમયગાળા માટે મળવાની શકયતા છે.