જુનાગઢ-વર્તમાન ન્યૂઝ.કોમ
સંતોની ભૂમિ જુનાગઢ ખાતે ગીરનારની તળેટીમાં આવેલા દામોદર કુંડની બાજુમાં ખાખચોક આશ્રમ ખાતે આશ્રમના મહંત શ્રી પ.પુ.મહા મંડલેશ્વર રામદાસ બાપુની પ્રેરણાથી રામ ચરિત માનસ કથા નવાન્હનું આયોજન કરવામાં આવ્યુ છે. કથાકાર પૂજ્ય મધુસુદન દાસ બાપુની સુમધુર સત્સંગવાણી સાથે સંકિર્તન સહ કથા આગળ વધી રહી છે. કથામાં ભગવાન શ્રી રામ દ્વારા પ્રથમ વખત અસુરોનો વધ કરી જનકપુરી તરફ પ્રયાણ કરવાના પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું હતું. ગુરુ વિશ્વામિત્રના માર્ગદર્શન અને આદેશ પ્રમાણે રામ અને લક્ષ્મણજી જનકપુરી પહોંચે છે અને ત્યાં સીતા સ્વયંવરમાં ભાગ લે છે. રાજા જનકની ઇચ્છા પ્રમાણે ભગવાન શિવના ધનુષ્યનો ભંગ કરી રણ ટંકાર કરનારને સીતાજી વરમાળા પહેરાવશે એ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું હતું. અનેક દેશના રાજાઓ ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવવામાં નિષ્ફળ જાય છે અને ત્યાર બાદ શ્રી રામ ગુરુ વિશ્વામિત્રની આજ્ઞાથી ધનુષ્ય ભંગ કરે છે આ પ્રસંગને ભક્તોએ ઉત્સાહ પુર્વક ઉજવ્યો હતો. જેમા કથાના મુખ્ય યજમાન ડો.જીવરાજભાઇ ડાંખરાએ રાજા જનકની વેશભૂષા ધારણ કરી હતી જ્યારે રાજા દશરથ અને કૌશલ્યાના વસ્ત્ર પરિધાન સાથે શ્રી ગોહિલ પરિવારે જોડાઇને પોતાની શ્રધ્ધાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. સીતા સ્વયંવર અને રામ વિવાહનો પ્રસંગ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો. કથા દરમ્યાન સેવકોના બાળકો દ્વારા રામાયણના વિવિધ પાત્રોની ઉત્કૃટ ભૂમિકા ભાવ સભર ભજવવામાં આવી રહી છે.
રામકથાના બીજા સત્રમાં ગીરનારના વિવિધ આશ્રમોના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય રામદાસ બાપુએ સૌનું સ્વાગત કરવા સાથે આવકાર્યા હતા. કથાના યજમાન શ્રી દિપકભાઇ કાકડીયાના તમામ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કથા પ્રસંગમાં પૂજ્ય રામ કુમાર દાસજી, ચોઇલા આશ્રમ, વેદાંતાચાર્ય શ્રી અભીરામદાસજી, વિષ્ણુદેવાચાર્ય સ્વામી, માંડવી-સુરત તેમજ જુનાગઢ સ્વામિનારાયણ સંત શ્રી હરિનંદન સ્વામી, જે.પી.સ્વામી સહિતના સંતો મહંતોએ ઉપસ્થિત રહી કથા શ્રવણ કરી ભક્તોને આશિર્વચન પાઠવ્યા હતા.
રામકથાના સુચારૂ સંચાલન અને આયોજન માટે જેરામભાઇ રાઠોડ, ડો.જીવરાજભાઇ ડાંખરા, ભોળાભાઇ જીવાણી, ડો.મુકેશભાઇ, વિજયભાઇ ગોટી, વિજયદાસજી મહારાજ, હરેશભાઇ તથા તેમની ટીમ, આશ્રમના તમામ સેવકો અને કર્મચારીઓ ભક્તો ખુબ જહેમત ઉઠાવી રહ્યા છે. ભક્તો સનાત ધર્મ સાથે સતત જોડાયેલા રહે તે માટે પ.પૂ. રામદાસ બાપુનું સ્વપ્ન છે અ તે સિધ્ધ કરવા તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે.
• Share •