Page Views: 42574

રૂ.4400 કરોડથી વધુનો બિઝનેસ ધરાવતી વરાછા બેંકની વ્રજચોક શાખાનું બેંકના ડિરેક્ટરોના હસ્તે થયુ ઉદઘાટન

વ્રજ ચોક વિસ્તારના લોકોને મળશે વરાછાબેંકની ઝડપી અને આધુનિક બેન્કિંગ સેવા

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

ગુજરાતની સહકારી બેંકોમાં ટોપ-ટેનમાં સ્થાન ધરાવતી ધી વરાછા કો-ઓપરેટિવ બેન્ક લિ. સુરતની ૨૬મી વ્રજચોક શાખાનો ૨૩મી માર્ચના રોજ મંગલ શુભારંભ થયો છે. વ્રજચોક વિસ્તારના વેપારી મિત્રો અને સ્થાનિક લોકોને બેંકિંગ સેવાનો લાભ મળી શકે તે હેતુથી બેંકના નિર્માણાધીન ભવનના પ્રથમ માળ ખાતે બેન્કના ડિરેક્ટર્સ મિત્રોના વરદ હસ્તે શાખાનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર એવી વરાછાબેંકે ૨૭ વર્ષમાં ૨૬ શાખાઓ અને રૂ. ૪૪૦૦ કરોડથી વધુના બિઝનેસ સાથે નક્કર પ્રગતિ કરી છે. ત્યારે આજરોજ બેંકના સ્થાપક ચેરમેનશ્રી પી.બી.ઢાકેચા, સ્થાપક એમ.ડી.શ્રી કાનજીભાઈ ભાલાળા અને હાલના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા અને અન્ય ડિરેક્ટર્સ મિત્રોના હસ્તે રીબીન કાપીને બેંકની વ્રજચોક શાખા અને ડિજિટલ -લોબીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

        વરાછા બેંક દ્વારા કોરોનાના મહામારીના સમયમાં લોકોને ઘર ચલાવવામાં મદદરૂપ થવા માટે કોરોના ફાસ્ટ લોન, વ્યાજ ખોરોના ત્રાસથી બચાવવા માટે બેંક દ્વારા -શ્રમ લોન તેમજ હાલમાં વુમન્સ ડે નિમિત્તે મહિલાઓને આર્થિક પગભર થવા માટે રૂપિયા એક લાખની મર્યાદા માં મહિલા વિકાસ લોન યોજના અમલમાં મૂકવામાં આવી છે. નાના માણસોને મદદરૂપ થવાની બેંકની ઉમદા ભાવના ખરેખર પ્રશંશનીય છે. ત્યારે આજરોજ શુભારંભ પ્રસંગે શાખાના પ્રથમ બચત અને કરંટ ખાતેદાર, પ્રથમ થાપણ અને લોકર ખાતેદારને સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત શાખાએ આજરોજ પ્રથમ દિવસે મહિલા વિકાસ ધિરાણ લોન અંતર્ગત ખાતેદાર શ્રીમતી પાયલબેન ઉમેશભાઈ સોજીત્રાને રૂપિયા એક લાખ તેમજ શ્રી જયેશભાઈ પોપટભાઈ જસાણીને -શ્રમ લોન યોજના અંતર્ગત રૂ. લાખની લોન રકમના ચેક ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા, એમ.ડી. શ્રી જી.આર.આસોદરીયા અને વાઇસ ચેરમેનશ્રી પ્રભુદાસભાઈ પટેલના વરદ હસ્તે અર્પણ કરાયા હતા. અત્રે ઉપસ્થિત વ્રજચોક વિસ્તારના સ્થાનિકો તેમજ સમાજ અગ્રણીઓ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

        વધુમાં બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરાએ જણાવ્યું હતું કે, બેંકને મલ્ટી સ્ટેટ બેંકનો દરજ્જો મળ્યો છે જે ખૂબ ગૌરવની વાત છે અને બેંકના સ્થાપક ચેરમેનશ્રી પી.બી. ઢાકેચા સાહેબનું સ્વપ્ન એવું વરાછાબેંકનું  અલાયદૂ "સહકાર ભવન" હવે માત્ર થોડા દિવસોમાં કાર્યરત થવા પામશે. જે અમારા માટે ખૂબ આનંદની ક્ષણ હશે. તબક્કે બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા અને તમામ ડિરેક્ટર્સ મિત્રોના સાથ-સહકાર તેમજ સભાસદો, ખાતેદારો અને શુભેચ્છકો તરફથી મળેલ સહયોગ બદલ બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી એ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.