Page Views: 2353

AM/NS India વર્લ્ડ વૉટર ડે પ્રસંગે જળસંચયની કટિબધ્ધતા વ્યક્ત કરી

AM/NS India પાણીના વપરાશને ઘટાડવા અને રિસાયક્લિંગ કરવાના ઉદ્દેશ્યની પહેલ દ્વારા દર વર્ષે લાખો લિટર પાણીનું સંરક્ષણ કરે છે

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

 આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) એ બુધવારે ‘વર્લ્ડ  વૉટર ડે’ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યુ હતું. તેમજ પાણીનો વપરાશ ઘટાડીને, તેને રિસાયકલ કરીને તથા ફરી ઉપયોગ કરીને જળસંચયની કટિબધ્ધતા દાખવી હતી.        

        એએમ/એનએસ ઈન્ડિયા હજીરામાં જળ સંચયના ઉદ્દેશથી વિવિધ પ્રયાસોની શરૂઆત કરી દીધી છે, જેમાં પરંપરાગત કુલીંગ ટાવર્સનો ઉપયોગ કરવાને બદલે ફીન ફેન કુલર્સ મુકીને પાણીનો વપરાશ ઘટાડયો છે. ઈન્ટરનલ કુલીંગ સિસ્ટમના પરિણામે એએમ/એનએસ ઈન્ડિયા 34.50 લાખ ક્યુબિક મીટર પાણી ફરીથી ઉપયોગમાં લઈ શકે છે.        

       સમાન પ્રકારે કંપનીએ રેઈન વૉટર હાર્વેસ્ટીંગ પધ્ધતિનો ઉપયોગ કરીને હજીરામાં તેના સ્ટીલ પ્લાન્ટ ખાતે 3 વર્ષમાં 20 લાખ ક્યુબિક મીટર પાણીની બચત કરી  છે. રેઈન વૉટર હાર્વેસ્ટીંગ પધ્ધતિ હેઠળ 12 પંપ ધરાવતી બે કીમી.થી વધુ લંબાઈ ધરાવતું પાઈપલાઈન નેટવર્ક નાખવામાં આવ્યુ છે.       

       સંતોષ મુંધડા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર – હઝીરા, એએમ/એનએસ ઇન્ડિયા એ જણાવ્યું હતું કે, એએમ/એનએસ ઈન્ડિયામાં, અમે દ્રઢપણે માનીએ છીએ કે “જળ છે તો જીવન છે” (જીવન માટે પાણી આવશ્યક છે). એક જવાબદાર અને પર્યાવરણ સંવેદનશીલ સંસ્થા તરીકે, અમે હંમેશા પાણીના સંરક્ષણ માટે રિડ્યુસ, રિસાયકલ અને રિયુઝના સિદ્ધાંતનો અમલ કરીએ છીએ. અમે વિવિધ પગલાંઓ અને તકનીકોના ઉપયોગ થકી પાણીના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો હાંસલ કરી શક્યાં છીએ. જે જળ સંરક્ષણના પ્રયાસોમાં પણ મોટું યોગદાન આપી રહી છે.