Page Views: 31463

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાને સિવેલ ડિફેન્સના ચીફ વોર્ડન તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ

સિવિલ ડિફેન્સમાં સમગ્ર રાજ્યમાંથી માત્ર કાનજી ભાલાળાને જ એવોર્ડ અપાયો

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ 
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ અને સુરત સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન કાનજી ભાલાળાને રાષ્ટ્રપતિ તરફથી સિવિલ ડિફેન્સ એવોર્ડ આપવાની જાહેરાત રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે. સુરત સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન તરીકે પ્રશંસનિય કામગીરી કરનારા કાનજીભાઇ ભાલાળા અનેક સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તેમજ જય જવાન નાગરિક સમિતિના સ્થાપક કન્વીનર છે જય જવાન નાગરિક સમિતિના માધ્યમથી કાનજી ભાલાળા અને તેમની સમગ્ર ટીમ દ્વારા દેશની રક્ષા કરતા વીર ગતિ પ્રાપ્ત કરનારા ગુજરાતના સૈનિકોના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવે છે. કારગીલ યુધ્ધ બાદ સુરતમાં જય જવાન નાગરિક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી રાષ્ટ્ર સેવાનું આ કાર્ય હજુ પણ ચાલુ છે. આ ઉપરાંત કાનજીભાઇ ભાલાળા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ છે સાથો સાથ રાજ્યની ટોપ ટેન કો-ઓપરેટીવ બેન્કોમાં સ્થાન પામતી ધી વરાછા કો-ઓપરેટીવ બેન્કના ચીફ મેનેજીંગ ડિરેક્ટર છે. કાનજીભાઇ ભાલાળા સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સંચાલિત જે ડી ગાબાણી પુસ્તકાલયમાં પણ વર્ષો સુધી મંત્રી પદે સેવા આપી ચુક્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા સિવિલ ડિફેન્સ એવોર્ડ કાનજીભાઇ ભાલાળાને આપવાની જાહેરાત થતા તેમના પરિવાર સહિત મિત્ર મંડળ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સિવિલ ડિફેન્સ સુરત એકમના ચીફ વોર્ડન કાનજીભાઇ ભાલાળાની દીર્ધ કાલીન પ્રશંશનિય કામગીરી માટે રાષ્ટ્રપતિ ચંન્દ્રક માટે પસંદગી કરવામાં આવી છે. 74 માં પ્રજા સત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી દ્વારા રાષ્ટ્રપતિ ચંન્દ્રક માટે સિવિલ ડિફેન્સ ગુજરાત રાજ્યમાંથી એક માત્ર કાનજીભાઇ ભાલાળાના નામની જાહેરાત કરવામાં આવી છે. 
કોઇ દુર્ઘટના સામે તાલીમ અને રક્ષણ આપવાના હેતુથી સરકાર દ્વારા સિવિલ ડિફેન્સના સુરત એકમની સ્થાપના 1997થી થઇ છે. સુરત શહેર સિવિલ ડિફેન્સ દેશના સક્રિય યુનિટ પૈકી એક છે. ખુબ મોટી સંખ્યામાં વોર્ડન્સ સ્વેચ્છીક રીતે રાષ્ટ્રની સેવા માટે જોડાયેલા હોય છે. સુરત શહેરમાં પોલીસ સ્ટેશન પ્રમાણે કુલ 24 સિવિલ ડિફેન્સના ડિવિઝન હાલ કાર્યરત છે. તમામ ડિવિઝનના સંકલન અને વ્યવસ્થા માટે સંરક્ષણના નિયંત્રક તરીકે ક્લેક્ટર હોય છે અને સિવિલ ડિફેન્સ સુરતના ચીફ વોર્ડન તરીકે કાનજીભાઇ ભાલાળા વર્ષ 2001થી કાર્યરત છે. સુરતના અગ્રણી સામાજીક કાર્યકર તરીકે અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. દુર્ઘટના સમયે લોક સેવાના કાર્યોમાં પણ અગ્રેસર રહ્યા છે. વર્ષ 2001માં નાગરિક સંરક્ષણ યુનિટમાં જોડાયા બાદ વર્ષ 2006થી ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકે તેમણે જવાબદારી સંભાળી હતી. વર્ષ 2020માં સુરત શહેર સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન તરીકે તેમની નિમણુંક થઇ હતી. સિવિલ ડિફેન્સમાં હજારો વોર્ડન સેવાભાવથી જોડાયેલા છે. સુરતમાં સક્રિય રીતે કામગીરી થાય છે. વર્ષ 2006ના વિનાશક પૂર સમયે નાગરિક સંરક્ષણ દળે બચાવ રાહત મેડીકલ, સફાઇ વગેરેની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. અનેક ઘટના સમયે પોલીસ તથા કલેક્ટર ઓફિસના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવતી હોય છે. સુરત યુનિટ પ્રશંશનિય કામગીરીમાં મુખ્ય માર્ગદર્શક તરીકે કાનજીભાઇએ કામગીરી કરી છે. કોરોના મહામારી અને લોકડાઉન સમયે ગુજરાત સરકારની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અને લાખો લોકોને સહકારી બેન્કો અને ક્રેડીટ સોસાયટીઓમાંથી સરળતાથી ધીરાણ આપવામાં આવ્યુ હતું. સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન મોહમદ નવેદ શેખ, મેહુલ સોરઠીયા, વિજય શૈરા સહિતના અગ્રણીઓએ સિવિલ ડિફેન્સ એકમ વતી અભિનંદન પાઠવ્યા છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત, જય જવાન નાગરિક સમિતિ સુરત, શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના પ્રમુખ ડો.સી.એમ. વાઘાણી તથા વરાછા કો-ઓપ.બેન્ક વતી કાનજીભાઇ આર ભાલાળાને રાષ્ટ્રપતિ ચંન્દ્રક માટે પસંદગી થવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.