સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં રહેતી એક પર પ્રાંતિય ફિઝીયો થેરાપીસ્ટ સાથે મિત્રતા કેળવીને આ વિસ્તારમાં જ રહેતા એક યુવાને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. પોતાની પત્નીને છુટાછેડા આપીને ફિઝીયો થેરાપીસ્ટને ઓસ્ટ્રેલિયા લઇ જવાનો વાયદો પણ આ યુવાને કર્યો હતો. જોકે, આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, અલથાણ વિસ્તારમાં રહીને લોકોના ઘરે ઘરે જઇ ફિઝીયો થેરાપીસ્ટ તરીકે કામ કરતી એક યુવતીને વિરેન્દ્ર અભેસીંગ પટેલ (રહે. રાજ રેસીડન્સી-એ, સોહમ સર્કલ, અલથાણ)એ પોતાની માતાને ઘરે ફિઝીયો થેરાપીની જરૂર હોવાનું કહીને તેનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. બાદમાં તેની સાથે મિત્રતા કરીને પ્રેમનું નાટક કર્યું હતું અને તેને પોતાના ઘરે બોલાવીને તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. ઉપરાંત ડુમ્મસ ખાતે લઇ જઇ અને નવસારી તેમજ ધરમપુર ખાતે કારમાં લઇ જઇને પણ શરીર સબંધ બાંધ્યો હતો. આ ફિઝીયો જ્યારે વિરેન્દ્રના ઘરે ગઇ ત્યારે યુવાને તેની પત્નીની ઓળખ બહેન તરીકે આપી હતી અને પુત્રી બેનની ભાણેજ હોવાનું કહ્યું હતું. સાથો સાથ તેણે આ ફિઝીયો થેરાપીસ્ટ યુવતીને લગ્ન કરીને ઓસ્ટ્રેલિયા જતા રહીશુ એવા વાયદા પણ કર્યા હતા. આખરે પોતાની સાથે વિરેન્દ્ર પટેલ રમત કરતો હોવાની જાણ થતા યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
• Share •