Page Views: 5643

મહુવા સુરત ટ્રેનને દામનગર ખાતે સ્ટોપેજ આપવામાં આવતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ છવાયો

ભુરખીયા હનુમાનજીના દર્શને જતા લોકોને મળશે લાભ

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

સુરત મહુવા ટ્રેનને સૌરાષ્ટ્રના ઢસા જંકશન નજીક આવેલા દામનગર ખાતે સ્ટોપેજ આપવામાં આવે એવી માંગણી સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા ઘણા લાંબા સમયથી કરવામાં આવતી હતી. આ માંગણીના અનુસંધાનમાં રેલવે વિભાગને રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોષ દ્વારા પણ જાણ કરવામાં આવી હતી. આખરે સુરત મહુવા ટ્રેનને દામનગર ખાતે સ્ટોપ આપવામાં આવ્યુ છે. સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયા, માજી પ્રમુખ દિનેશ નાવડીયા અને સી પી વાનાણી સહિત દામજી માવાણી વિગેરે અગ્રણીઓ દ્વારા દર્શનાબેન જરદોષનું સન્માન કરવામાં આવ્યુ હતું.દામનગર ખાતે સુરત મહુવા ટ્રેનને સ્ટોપેઝ મળવાથી લાખો ભકતજનો અને નાગરીકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. જેથી આ તબક્કે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કેન્દ્રીય દર્શનાબેન જરદોશષ અને રેલ્વે મંત્રાલયનો ખુબ ખુબ આભાર માન્યો હતો. લોકોની અવરજવર માટે મોટી સુવિધા ઉભી થઈ છે. અમરેલી અને ભાવનગરના લોકોને ખૂબ જ મોટો લાભ થશે. ડાયમંડ એસોસિએશન ઓફિસ ખાતે સાંસદ દર્શના જરદોષનું સન્માન પણ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર સમાજના અગ્રણીઓ અને ડાયમંડ ઉદ્યોગકારોએ દર્શનાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો.સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ દામનગર ખાતે ખૂબ મોટી સંખ્યામાં જતા હોય ઔદ્યોગિક રીતે પણ દામનગર મહત્વનું શહેર છે સાથોસાથ ત્યાંથી 6 કિલોમીટર પ્રખ્યાત ભુરખીયા હનુમાનજી દાદાનું ધામ આવેલ છે. મુંબઈ-સુરત અને સમગ્ર દેશમાંથી લાખો ભકતજનો ભુરખીયા દાદાના દર્શને આવતા હોવાથી સુરત મહુવા ટ્રેનને દામનગર ખાતે સ્ટોપેઝ આપવામાં આવે તેવી હજારો નાગરીકો અને ભુરખીયાદાદાના દર્શને આવતા ભક્તજનોની માંગણી હતી. હજારો ભક્તજનો અને નાગરીકોની ઉપરોકત માંગણીને ધ્યાનમાં રાખી સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા માન.કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોષને લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને ગંભીરતાથી લઈ માન.કેન્દ્રીયમં ત્રી દર્શનાબેન જરદોષ દ્વારા સુરત- મહુવા (સપ્તાહમાં પાંચ દિવસ) ટ્રેનને દામનગર ખાતે સ્ટોપેઝ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે.