Page Views: 3784

કોરોનાના દર્દીઓને 18 મહિના સુધી રહે છે હાર્ટ એટેકનું જોખમ

કોરોના ફેફસા ઉપરાંત હાર્ટને પણ કરે છે નુકસાન

નવી દિલ્હી-વર્તમાન ન્યૂઝ.કોમ

સમગ્ર વિશ્વમાંથી હવે કોરોનાનો હાઉ દૂર થઇ રહ્યો છે અને હવે કોરોનાની આડ અસર પર સંશોધનો શરૂ થયા છે. જેમાં સૌથી ચોંકાવનારા તારણો બહાર આવી રહ્યા છે જેમને પણ કોરોના થયો હોય તેમને 18 મહિના સુધી એટલે કે દોઢ વર્ષ સુધી હાર્ટ એટેકનું જોખમ રહે છે અને કોરોનાની મહામારી દરમ્યાન આવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા હતા જે બાબત અત્યંત ચિંતાજનક ગણવામાં આવી રહી છે.

કાર્ડિયોવાસ્કુલર રિસર્ચ યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીના જર્નલમાં પ્રકાશીત અંદાજે 1.6 મિલિયન લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં એવુ તારણ સામે આવ્યુ હતું કે, જેમને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે અને કોવિડનો ચેપ લાગ્યો છે તેમના પર હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ વધી જાય છે. હોંગકોંગ યુનિવર્સિટીના પ્રોફેસર ઇયાન સી કે વોંગે જણાવ્યું હતું કે, અભ્યાસમાં એવુ પણ સામે આવ્યુ છે કે આવા દર્દીઓની અંદાજે દોઢ વર્ષ સુધી દેખરેખ રાખવી આવશ્યક છે. કોરોના બાદ પ્રથમ ત્રણ સપ્તાહમાં મૃત્યુ પામવાની શક્યતા 81 ગણી વધારે છે જ્યારે અઢાર મહિના પછી ચેપ ગ્રસ્ત વ્યક્તિના મૃત્યુની શક્યતા પાંચ ગણી વધી જાય છે. અભ્યાસમાં હાર્ટની પમ્પીંગ કેપેસીટી ઓછી થતી હોવાનું પણ જણાવવામાં આવ્યુ છે.