Page Views: 73641

વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને સમયસર લોન આપવા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

વિદ્યાર્થીઓને વિઝા મળી જાય પછી છ મહિના સુધી લોન એપ્રુવલ ન થતી હોવાથી મુશ્કેલીમાં મુકાય છે

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરત શહેરના પ્રશ્નો હોય ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કોઇની પણ દરકાર કર્યા વગર રજૂઆત કરતા આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાંથી વિદેશ અભ્યાસ માટે જવાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે પરંતુ આવા વિદ્યાર્થીઓને સમયસર લોન મળતી ન હોવાને કારણે તેમને મુશ્કેલીમાં મુકાવાનો વખત આવે છે. આ અનુસંઘાનમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓને પત્ર લખી અને વિદ્યાર્થીઓને સમય સર લોન આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે પરંતુ તેમને વિઝા મળ્યા બાદ એડમિશન પણ મળી જાય અને તેઓને વિદેશ જવાનું થઈ જાય ત્યારે પણ આ લોન મળતી નથી અને વિદેશ ગયા પછી પણ છ-છ મહિના સુધી લોન મળતી નથી. જેના કારણે વિદ્યાર્થીને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમનું ભવિષ્ય  જોખમમાં મુકાય છે.