Page Views: 6831

સમસ્ત નારીયા પરિવારનો સ્નેહ મિલન સમારોહ યોજાયો

નિવૃત પ્રિન્સીપાલ મનસુખ નારીયાએ વ્યસન મુક્ત સમાજ માટે આહવાન કર્યું

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સમસ્ત નારીયા પરિવાર નો       સ્નેહમિલન સમારોહનું આયોજન સુરતના આંગણે કરવામાં આવ્યું હતું.    ગુજરાતના 33 ગામોમાં વસતા નારીયા પરિવારનો દ્વિતીય સ્નેહમિલન સમારોહ સુરત ખાત યોજાયો હતો. જેના અધ્યક્ષ સ્થાને ખુશ્બુ જીતેન્દ્રભાઈ નારીયા (સાયન્ટિસ્ટ, કાકરાપાર અણુ મથક તથા એ.એસ.આઇ જીતેન્દ્રભાઈ કે નારીયા હતા. અને મુખ્ય મહેમાનો શ્રી ઘીરલાલ નારીયા( અંકલેશ્વર), ગોપાલભાઈ નારીયા, સાગરભાઇ નારીયા,  ઉર્વીશાબેન નારીયા, ઘનશ્યામભાઈ નારીયા વગેરે હતા. હાર્દિકભાઈ બી.નારીયાએ અને રજનીકાંત એમ નારીયાએ સૌને આવકાર્યા હતા. પ્રિ. મનસુખ નારીયાએ વ્યસન નાબૂદી, આરોગ્ય, શિક્ષણ, સંસ્કાર અંગે તેમજ સમાજસેવામાં પરિવારના યોગદાન અંગે દિશા સૂચન કર્યું હતું. અતિથિઓ એ પ્રાસંગીક વક્તવ્ય આપ્યા હતા. બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. મહેમાનો દાતાઓ અને પરિવારની વિશિષ્ટ પ્રતિભાવોનુ સ્મૃતિ ભેટથી સન્માન કરાયું હતું. તેજસ્વીબાળકોને ઇનામો નોટબુક વિતરણ કરાયું હતું.. કાર્યક્રમનું સંચાલન અસ્મિતાબેન નારિયા અને મમતાબેન નારિયાએ કર્યું હતું.આયોજક સમિતિના જીતુભાઈ રામજીભાઈ, અશોકભાઈ દેવજીભાઈ, અરવિંદભાઈ જમનભાઈ, રમેશભાઈ બાબુભાઈ, પ્રકાશભાઈ જમનભાઈ, હરેશભાઈ કેશવજીભાઈ, જયસુખભાઈ દયાળભાઈ તેમજ સેવાભાવી કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.