Page Views: 1842

નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે ભારતીય અધિકારીઓએ જવાબ સબમીટ કર્યો

ચાલુ વર્ષમાં નીરવ મોદીનું પ્રત્યાર્પણ થવાની શક્યતા નહીવત

નવી દિલ્હી-વર્તમાન ન્યૂઝ.કોમ

ભારતીય અધિકારીઓએ ભાગેડુ હિરાના વેપારી નીરવ મોદીની યુકેની સુપ્રીમ કોર્ટમાં તેના પ્રત્યાર્પણના આદેશ સામે અપીલ કરવાની પરવાનગી માંગતી અરજી પર પોતાને કાનૂની જવાબ આપી દીધો છે.  યુકેની અદાલતોમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતી ક્રાઉન પ્રોસિક્યૂસન સર્વિસ  એ 51 વર્ષીય હિરાના વેપારી દ્વારા લંડનમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર સોમવાર સુધીમાં જવાબ સબમિટ કરવાનો હતો. લગભગ  આશરે 2 બિલિયન પંજાબ નેશનલ બેન્ક (PNB) લોન કૌભાંડ કેસમાં આરોપોનો સામનો કરવા માટે નીરવ મોદીને ભારત લાવવાનો પ્રયાસ ચાલું છે. નીરવ મોદીના વકીલોએ ગત મહીને અપીલ દાખલ કરી હતી, જ્યારે તે માનસિક સ્વાસ્થ્યના આધારે હાઈકોર્ટમાં પ્રારંભિક અપીલ હારી ગયો હતો. બે ન્યાયાધીશોની બેન્ચે કહ્યું હતું કે, તેની આત્મહત્યાનું જોખમ એટલું મોટું નથી કે તેને લંડનની વેન્ડ્સવર્થ જેલમાંથી મુંબઈની આર્થર રોડ જેલમાં પ્રત્યાર્પણ કરવું અન્યાયી કે દમનકારી હશે. CPSએ પુષ્ટિ કરી હતી કે, અમે 5 ડિસેમ્બરની સમયમર્યાદા પૂરી કરી છે. હવે લંડનની હાઈકોર્ટ નક્કી કરશે કે તેને અપીલ કરવાની પરવાનગી આપવામાં આવે કે નહીં. આ પ્રક્રિયામાં થોડા દિવસો લાગી શકે છે અને આ વર્ષે પૂર્ણ થવાની શક્યતા નથી. મળતી માહિતી મુજબ પ્રત્યાર્પણ ક્યારે થઈ શકે તે હજુ સુધી ખબર નથી કારણ કે નીરવ મોદી પાસે હજુ પણ ઘણા કાયદાકીય વિકલ્પો બાકી છે. સૈદ્ધાંતિક રીતે, જો સુપ્રીમ કોર્ટમાં અપીલ પર સુનાવણીનો પ્રયત્ન નિષ્ફળ થશે તો નીરવ મોદી તેના આધારે પોતાના પ્રત્યાર્પણ પર રોક લગાવવા માટે 'યૂરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટસ'માં અરજી કરી શકે છે. બ્રિટેનના તાત્કાલિન ગૃહમંત્રી પ્રીતિ પટેલે એપ્રિલ 2021માં એક અદાલતના નિર્ણયના આધારે મોદીના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો અને હવે આ મામલો અપીલની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. તેમાં ખૂબ જ સમય વીતી ગયો છે અને નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે આ વર્ષે પણ તેના આવવાની કોઈ આશા નથી.