Page Views: 25554

જાણો બુધવાર નું ટેરો કાર્ડ આપના ભવિષ્ય વિશે શું કહે છે.

વૃષભ રાશિ માટે આજના દિવસે, તમને શુભ સમાચાર મળશે.

Tarot card reading by preeti j  joshi


મેષ રાશિ:-    
 આજનો દિવસ પ્રોત્સાહિત કરનાર રહેશે, મિત્રો સાથે મુલાકાત થઈ શકશે, કાર્યક્ષેત્રમાં કોઈ તક આવવાની સંભાવના છે ,પ્રવૃત્તિમય દિવસ રહેશે.વિદેશમાં જવા ઇચ્છતા લોકો તે માટેના પ્રયાસ કરે.

 

વૃષભ રાશિ:
કોઈ તરફથી મદદ મળશે આજના દિવસે તમને શુભ સમાચાર મળશે ,ઘર ને લગતું કાર્ય પાછળ  ઠેલાશે, બની શકે કે બાળપણ ની યાદો તાજી થાય ,આજે થોડા લાગણીશીલ રહેશો.ક્રિએટિવિટીને લગતાં કાર્યમાં આગળ વધી શકશો.


મિથુન રાશિ:-
આજના દિવસે પેરેન્ટ્સ ઝડપથી મળી શકે છે અથવા કોઈ ફાયદો થશે રેસીડેન્સી નો બદલાવ થશે ,પાર્ટનરશીપમાં વ્યવસાય હશે તો લાભ થશે અથવા નવી પાર્ટનરશીપમાં જોડાશો.

 

કર્ક રાશિ:- 
આજનો દિવસ પ્રવૃત્તિમય જશે, મન લગાવીને કામ કરશો ,કરેલા કાર્યોનું ફળ મળશે, નાણાકીય પ્રાપ્તિ થશે મિલકત ખરીદવાની લગતા કાર્ય થશે સર્જનાત્મક દિવસ હશે.નવી શૈલી સાથે કામ કરી શકશો.


સિંહ રાશિ:
આજના દિવસે સમજીને વિચારીને કાર્ય કરવું, શુભચિંતકો ની સલાહ લેવી, મિત્રોનો સહકાર મળશે, તમારા ધ્યેય માટે વિચાર કરશો, દિવસ આનંદમય જશે.નવા કાર્યની શરૂઆત થશે.


કન્યા રાશિ:
કોઈ નજીકના વ્યક્તિની મદદ મળશે, ગહન વિચારો માં દિવસ જશે, જો કોઈ વસ્તુ રહસ્યમય અથવા શંકાશીલ લાગે તો તપાસ કરીને જ આગળ વધવું, અંતરઆત્માનો અવાજ સાંભળવો.


તુલા રાશિ:- 
નવા કાર્ય માટે પૂરા જોશથી આગળ વધશો, આજે થોડા અગ્રેસિવ રહેશો, મુશ્કિલ પરિસ્થિતિનો સામનો કરીને બહાર નીકળી શકશો, કોઈ વસ્તુ કરવી જ પામવાની ઈચ્છા કરશો.


વૃશ્ચિક રાશિ :-
આજે જવાબદારીઓને પૂરી કરશો અગત્યના નિર્ણય લેશો, આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે કાયદાકીય કાર્ય થશે, લીડરશીપ કરશો.


ધનુ રાશિ:-
આજે કોઈ સારા સમાચાર આવવાની સંભાવના છે, નાણાકીય પ્રાપ્તિ થશે, સમૃદ્ધિમાં દિવસ હશે, આનંદિત રહેશો, કૌટુંબિક પ્રેમ વધશે, પોતાના ધ્યેયને નજીક અનુભવશો.


મકર રાશિ:-
આજે તમે લાગણીને બેલેન્સ કરીને ચાલ સો, જવાબદારી ને લીધે પોતાના મનની ઈચ્છા ને પૂરી કરતા અટકાવશે, મને થોડું અશાંત  રહેશે પરંતુ પોતાના કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો.


કુંભ રાશિ:- 
આજના દિવસે સરકારી કાર્ય કરશો, કોઈ જવાબદારી લાઇફમાં આવશે ,પસાર થઈ  ગયેલ લાઈફને ફ્લેશબેકમાં જોશો, દિવસ શાંતિથી પસાર થશે,સફળતા મળશે.


મીન રાશિ:-
કોઈના સહકારથી આગળ વધશો આનંદિત રહેશો , અધૂરપ ની લાગણી ઓછી થશે ,નવી યોજના બનાવશો, સાહસિક રહેશો,સાહસપૂર્વક આગળ વધી શકશો