Page Views: 11614

વરાછા બેઠક પર કુમાર કાનાણીને વિજયી બનાવવા માટે મતદારોમાં અનેરો ઉત્સાહ

વરાછા વિસ્તારની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના રહીશો દ્વારા ખાતરી આપવામાં આવી રહી છે કે, મતદારો કુમાર કાનાણી સાથે જ છે

​​​​સુરત - વર્તમાન ન્યૂઝ.કોમ

સુરત શહેરમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે ત્યારે હવે લોકો વરાછા વિધાન સભા વિસ્તારમાં લોકો ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીના સમર્થનમાં સામે આવી રહ્યા છે. મંગળવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા બાદ વરાછા વિધાન સભા વિસ્તારની સોસાયટીના રહીશો તેમજ એપાર્ટમેન્ટના રહીશો સહિતના લોકો મોટી સંખ્યામાં વરાછા રોડ હીરાબાગ ખાતે આવેલા કુમાર કાનાણીના કાર્યાલય પર આવ્યા હતા. તેમજ તેમને એવી ખાતરી આપી હતી કે, જે પ્રકારે છેલ્લા દસ વર્ષમાં કુમાર કાનાણી દ્વારા લોકોની સાથે રહીને લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે કામગીરી કરવામાં આવી છે તેનાથી તેમને સંતોષ છે. આ વિસ્તારની તમામ પ્રકારની પાયાની સુવિધાના કામો કુમાર કાનાણીની સફળ રજૂઆતોને પગલે સંપન્ન થયા છે. સ્થાનિક મતદારોએ કુમાર કાનાણીને ભાજપના ઉમેદવાર તરીકે સ્વિકારી અને તેમને ભવ્ય વિજય અપાવવા માટે મતદાન કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. સાથો સાથ મોટી માત્રામાં મતદાન માટે ઉમટી પડવાનો પણ નિર્ણય કર્યાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. વરાછા વિધાન સભા વિસ્તારમાં કુમાર કાનાણીને મળી રહેલા સમર્થનને પગલે તેમના હરિફ ઉમેદવારોમાં સોપો પડી ગયો છે તેમજ તેમને લોકો નહીં સ્વિકારે અને કુમાર કાનાણીને જ વિજયી બનાવશે તેનો અંદાજ આવી ગયો છે. અન્ય પાર્ટીના કાર્યાલયો ઉપર હાલમાં કાગડા ઉડતા થઇ ગયા છે જેની સામે ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીના કાર્યાલય પર મોટી માત્રામાં મતદારો તેમને રૂબરૂ મળવા માટે આવી રહ્યા છે. આ વખતે કુમાર કાનાણી વરાછા બેઠક પરથી જંગી બહુમતીથી વિજેતા બનશે એવો વિશ્વાસ મતદારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સાથો સાથ જે પ્રકારે કુમાર કાનાણીને જાહેર સભામાં અને ડોર ટુ ડોર પ્રચારમાં પ્રચંડ લોક આવકાર મળ્યો છે એ જોતા પણ કુમાર કાનાણી આ વખતે ગત બે ઇલેકશનની સરખામણીએ વધારે જંગી બહુમતીથી રેકોર્ડ બ્રેક મતથી વિજેતા બનશે એવુ મતદારો જણાવી રહ્યા છે.