Page Views: 26624

જાણો શુક્રવાર નું ટેરો કાર્ડ આપના ભવિષ્ય વિશે શું કહે છે.

વૃષભ રાશિ ના જાતકો માટે આજનો દિવસ આનંદ આપનારો રહેશે.

Tarot card reading by Preeti J Joshi


મેષ રાશિ:
આજ નો દિવસ હકારાત્મક રહેશે, કોઈ સારા સમાચાર ની પ્રાપ્તિ થઇ શકે છે, લાઇફમાં નવી તક આવતી જણાવશે જે તમારા માટે લાભદાયી રહેશે, તમારી આસપાસના લોકો તરફથી સારો પ્રતિભાવ મળશે, આજે કોઈ મહત્ત્વનું કાર્ય કરશો,કોઈ નવી જોબ ઓફર મળી શકે છે અથવા નવો પ્રોજેક્ટ મળી શકે તેમ છે, તમારા કાર્યની નોંધ લેવાશે.


વૃષભ રાશિ: 
આજનો દિવસ આનંદ આપનારો રહેશે, મહત્વના કાર્ય વિશે જાહેરાત કરો તેવું બની શકે છે, આજે તમારા વિચારો ક્રિએટિવ રહેશે, કોઈ સારા સમાચાર મળશે તેવું આકાડૅ દર્શાવે છે, બની શકે છે કે અમુક લોકો ડે ડ્રીમિંગ માં રહે, આજે મહત્વના કાર્ય કરી શકશો,લાલચમાં આવીને કોઈ ખોટી જગ્યા પર રોકાણ ન થઈ જાય તેનો ખાસ ખ્યાલ રાખવો, ક્રિએટિવ કાર્ય કરી શકશો.

 

મિથુન રાશિ:  
આજનો દિવસ તમને યશ આપનારો રહેશે, પોઝિટિવ કાર્ય કરી શકશો, કોઈ વસ્તુ નવી શીખવા માટે પ્રેરિત થશો, લાઇફને બેલેન્સ કરીને ચાલશો, કોઈ નવી તક ને અપનાવીને આગળ વધશો, આજે નસીબ તમારી ફેવરમાં હશે, આજનો દિવસ શાંતિ આપનારો રહેશે,કોઈ નવું કાર્ય કરશો જે તમને ખ્યાતિ આપનારું હશે, સફળતા પ્રાપ્ત થશે, રોકાણ માટે આજનો દિવસ સારો છે.

 

કર્ક રાશિ:  
આજનું કાર્ડ દર્શાવે છે કે કોઈ વડીલ વ્યક્તિ નું કાર્ય અથવા સરકાર તમને લાભદાયી રહેશે, કોઈ સારી પદવી પ્રાપ્ત થાય તેવું બની શકે છે, આજના દિવસે કોઈ જવાબદારી વાળું કાર્ય કરશો, વડીલ તરીકે તમને નામના મળી શકે છે, જો કોઇ મહત્વનું કાર્ય કરવું છે તો આજનો દિવસ સારો છે,બોસ તરફથી કોઇ સપોર્ટ મળી શકે તેવું છે, વારસા માં પડેલી કોઈ જૂની મિલકત મળી આવે તેવું બની શકે છે.

 

સિંહ રાશિ: 
કોઈ લાંબી ચાલી આવતી મુશ્કેલી માંથી બહાર આવતા જણાવ, રાહતની અનુભૂતિ થાય જીત ની અનુભૂતિ થાય, ફેમિલીના સાથ સહકાર ને લીધે રસ્તાઓ આસાન જણાય, લાંબા સમયથી કોઈ વસ્તુ ની રાહ જોઈ રહ્યા છો તો તે ટૂંક સમયમાં પૂરી થતી જણાશે,બિઝનેસમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

 

કન્યા રાશિ:
આજનો દિવસ થોડો ઈમોશનલ જશે, આજે તમે ક્રિએટિવ રહેશો મહત્વના કાર્ય કરી શકશો, કોઈ ધ્યાને લઇને વિઝન ક્લિયર રહેશે, આજના દિવસે કોઈ કાર્ય ને લીધે મૂડી બિહેવિયર કરી શકો છો, તમારી મેચ્યોરિટી ના લીધે લોકો ખુશ થશે, આજનો દિવસ કેવો રહેશે,સારો રહેશે સફળતા પ્રાપ્ત કરી શકશો.

 

તુલા રાશિ:
કોઈ ફંક્શન અટેન્ડ કરો તેવુ બની શકે છે, અથવા ઘરમાં કોઈના મેરેજ ફિક્સ થાય તેવા પણ સમાચાર મળી શકે છે, આજે લોભ અને લાલચથી દૂર રહેવું, પોતાના વિચારો પર કંટ્રોલ રાખવો, આજે ગુસ્સો કરવો તમારા માટે નુકસાનકારક રહેશે,કોઈ જાતનું બંધન અનુભવશો, પરંતુ જો તમે છૂટવા ઈચ્છતા હશે તો તેમાંથી નીકળી શકો તેમ છો.

 

વૃશ્ચિક રાશિ:   
આજનો દિવસ પોઝિટિવ રહેશે, તમારી લિમિટ કરતા વધારે કાર્ય કરી રહ્યા હોત એવું તમને લાગે, આજે તમારો સ્વભાવ થોડો દરેક વસ્તુને વિરોધ કરનારો રહેશે, સિચ્યુએશનને મેન્ટેન કરવા મનની મજબૂતીની ની જરૂર છે,વધારે વર્કૅલોડ ને લીધે સ્ટ્રેસ અનુભવો, બિઝનેસમાં કોઈ જાતનો ભય જણાય.

 

 ધનુ રાશિ‌:
વિદેશ પ્રવાસ અથવા વિદેશ તરફથી કોઈ સમાચાર આવી શકે તેવી શક્યતા છે,અથવા વિદેશમાં રહેતા તમારા સંબંધીઓ જોડે કોઈ વાર્તા લાપ થઈ શકે છે જેનાથી તમને ખુશી ની પ્રાપ્તિ થશે,લાંબા સમયથી કોઈ વસ્તુ ની રાહ જતા હોવ તો તે ટૂંક સમયમાં પૂરી થવાની શક્યતા છે, જે તમારી ફેવરમાં રહેશે.

 

મકર રાશિ: 
આજનો દિવસ પોઝિટિવ રહેશે,કોઈ વસ્તુને લઈને અથવા કોઈપણ મેટર પર આસપાસના વ્યક્તિઓ સાથે ચર્ચાનો વિષય બની શકે છે, મિલકત અને પ્રોપર્ટી લઇને જો પ્રોબ્લેમ ચાલતી હશે તો તેમાં સફળતા પ્રાપ્તિ ના શક્યતા છે,જે વસ્તુ હાંસલ કરવી છે તેના માટે પ્રયત્ન કરશો તો સફળતા મળશે,કોઈ ટોપિકને લઈને સહકર્મચારીઓ સાથે સંઘર્ષ થઈ શકે છે, મનને શાંત રાખવું.


કુંભ રાશિ:
ભૂતકાળના ઘણા બધા અનુભવો માંથી કઈ શીખ્યા હોય તેવુ ગહન કરશો, આજે તમે કોઈને તેમના મહત્વના નિર્ણય લેવામાં મદદરૂપ થશો, આજે એકલા રહેવાનું વધારે પસંદ કરશો, ઊંડા વિચારોને લીધે મનમાં થોડી ઉદાસ રહે તેવું બની શકે છે, વિચારોને પોઝિટિવ રાખવા,આજે ખૂબ જ કૌશલ્ય પૂર્ણ કાર્ય કરશો, સફળતાની પ્રાપ્તિ થઇ શકે છે.


મીન રાશિ: 
આજનો દિવસ પોઝિટિવ રહેશે, તમે કોઈને નાણાકીય મદદ કરશો, અથવા તમને કોઈ મદદ કરે તેવું બની શકે છે, આજે દિવસ લાભ પ્રાપ્તિ કરનારો છે, કોઈ વ્યક્તિ નાણાકીય મેનેજમેન્ટ સમજવા માટે તમારી પાસે આવી શકે છે, આજે પ્રેક્ટીકલી વર્ક કરશો,બેન્કર્સ માટે આજનો દિવસ સારો રહેશે, કોઈ જગ્યાએ રોકાણ કરવુ સારું રહેશે.