Page Views: 23998

વરાછામાં યોગી આદિત્ય નાથના રોડ શો માં જન મેદની ઉમટી - જુવો વિડીયો

વરાછાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી સહિત સુરત ઉત્તરના ઉમેદવાર કાંતિ બલર અને કરંજના ઉમેદવાર પ્રવિણ ઘોઘારી પણ રોડ શોમાં રહ્યા હાજર
https://youtu.be/vOjtueu9iQg

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરત વરાછા વિધાન સભાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીને તેમના મત વિસ્તારમાં ભવ્ય આવકાર મળી રહ્યો છે. ત્યારે બુધવારે સાંજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથના એક ભવ્ય રોડ શો નું આયોજન વરાછા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ રોડ શો માં યોગી આદિત્ય નાથ સાથે ભાજપના વરાછાના ઉમેદવાર કુમાર કાનાણી, સુરત ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિ બલર સહિત સુરત કરંજના ભાજપના ઉમેદવાર પ્રવિણ ઘોઘારી પણ જોડાયા હતા. સુરતના ઉમિયાધામ મંદિરથી વરાછા મેઇન રોડ પર આયોજીત આ રોડ શો માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ ભાજપને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. 

ઉમિયાધામ ખાતેથી શરૂ થયેલો રોડ શો વરાછા મેઇન રોડ મીની હીરા બજાર પર પહોંચતા યોગી આદિત્ય નાથે મીની બજાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને ફુલ હાર કર્યા હતા. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ સ્વયંભૂ લોકો ઉમટી પડવા સાથે ભાજપના ઉમેદવારોનો જયકાર કરવામાં આવ્યો હતો. 

રોડ શોના દ્રશ્યો જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો....

https://youtu.be/vOjtueu9iQg