Page Views: 12472

કુમાર કાનાણીની વરાછામાં જંગી જાહેર સભા

સભાજમાં હાજર લોકોએ કહ્યું, અમે ભાજપના મજબુત ઉમેદવાર કુમાર કાનાણી સાથે

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ 

સમગ્ર રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ત્યારે સુરત શહેરમાં વરાછા વિધાન સભા બેઠકના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીને લોકોનો ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની જાહેર સભા થયા બાદ મંગળવારે રાત્રે વધુ એક જાહેર સભાનું આયોજન વરાછામાં કરવામાં આવ્યું હતું. જેમાં આ વિસ્તારના ભાજપના મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત જન મેદનીને સંબોધતા કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર વરાછા વિસ્તારના મતદારો દ્વારા પ્રત્યેક ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે. લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે તેઓ સતત રજૂઆતો કરતા રહે છે. તેમજ જ્યારે પણ આવશ્યકતા હોય ત્યારે તેઓ લોકોની સાથે હોય છે.

આ વિસ્તારમાં ગવર્નમેન્ટ કોલેજને પણ ભાજપ સરકારે મંજૂરી આપી છે અને આવનારા દિવસોમાં કોલેજનું પોતાનું ભવ્ય કેમ્પસ બનાવવામાં આવશે જેથી વરાછા, કતારગામ, અમરોલી, મોટા વરાછા, કામરેજ સહિતના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણ મળી રહેશે. પ્રાથમિક સુવિધાઓના કામો પણ મોટા ભાગે સંપન્ન કરવામાં આવ્યા છે. રોડ, રસ્તા, ગટર પાણી સહિતના તમામ કામો સારી રીતે થયા છે. લોકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે એ જોવામાં આવે છે. લોકો ભાજપની સરકારને ભરોસાની સરકાર કહીને એટલે જ આ રીતે ભવ્ય વિજય અપાવે છે. આવનારા દિવસોમાં આ વિસ્તારના કોઇ પણ નાના મોટા પ્રશ્નો હોય, લોકોના જાહેર આરોગ્યના પ્રશ્નો હોય કે પછી અન્ય કોઇ મુશ્કેલી હોય તમામ વખતે ભાજપ સરકાર આપની સાથે રહેશે. જાહેર સભામાં ઉપસ્થિત મોટી જન મેદની દ્વારા કુમાર કાનાણીનું સમર્થન કરવામાં આવ્યું હતું.