Page Views: 8310

કુમાર કાનાણીને જન સંપર્ક દરમ્યાન લોકો યાદ કરે છે તેમણે કરેલા કામો

કોઇની પણ ભલામણ વગર આવેલા લોકોને મેડીકલ સહાયથી માંડીને તમામ પ્રકારે મદદ રૂપ થાય છે કુમાર કાનાણી

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરત શહેરની વરાછા બેઠકના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી હાલમાં તેમનો ચૂંટણી પ્રચાર ડોર ટુ ડોર કરી રહ્યા છે અને લોકોની સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. કુમાર કાનાણી જન સંપર્ક યાત્રામાં વરાછા વિધાન સભા વિસ્તારની અલગ અલગ સોસાયટીઓ કે એપાર્ટમેન્ટમાં જાય છે ત્યાં  મતદારો તેમને આવકાર આપે છે અને ભાજપની અને કુમાર કાનાણીની સાથે જ હોવાની ખાતરી પણ આપે છે. વરાછા વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીઓમાં સ્થાનિક લોકો કુમાર કાનાણીને આવકારવા સાથે કુમાર કાનાણીએ ભુતકાળમાં કરેલા કામોને યાદ કરે છે. ખાસ કરીને જ્યારે કુમાર કાનાણીને સ્થાનિક લોકો તેમણે કરેલી મેડીકલ સહાય અને અન્ય રીતે લોક ઉપયોગી કાર્ય કરવા માટે કઇ રીતે કુમારભાઇ તત્પર રહે છે તેની પણ લોકો વિગતો જણાવી રહ્યા છે. સ્થાનિક મતદારોએ જણાવ્યું હતું કે, તેમને બિમારીથી લઇને સ્થાનિક વિસ્તારની નાની મોટી સમસ્યા હોય અને તેઓ જ્યારે કામ કરાવવા માટે જાય ત્યારે તેમની સમસ્યાનું નિરાકરણ ચોક્કસ જ આવે છે. લોકોની વચ્ચે રહીને સતત કામ કરતા રહેતા કુમાર કાનાણી માટે આ બેઠક પર વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. તેમજ જે પ્રકારે તેમનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર સાથે લોક સંપર્ક થઇ રહ્યો છે અને તેમને આવકાર મળી રહ્યો છે તેનાથી વિરોધી પાર્ટીના ઉમેદવારોની ઉંઘ હરામ થઇ ગઇ છે.