Page Views: 12478

વરાછા વિધાન સભા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીનો ઝંઝાવાતી લોક સંપર્ક - ઠેર ઠેર મળી રહ્યો છે આવકાર

સતત લોકો વચ્ચે રહીને લોક હિતના કામ કરતા કુમાર કાનાણીનું સ્વાગત કરવા સાથે અબાલ વૃધ્ધ સહુ કોઇ તેમની સાથે

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરત શહેરમાં આગામી વિધાન સભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે માજી આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને તેમના મત વિસ્તાર વરાછા વિધાન સભા વિસ્તારમાં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે. લોકો પોતાના આ નેતાને આવકારવા સાથે તેમની સાથે હોવાની ખાતરી આપી રહ્યા છે. બે દિવસ પહેલા સાંસદ પુરૂષોત્તમ રૂપાલાની જાહેર સભામાં પણ જંગી જન મેદની ઉમટી પડી હતી. હવે કુમાર કાનાણી અને તેમના સમર્થકો દ્વારા વરાછા વિસ્તારની તમામ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં જઇને ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. લોકો કુમાર કાનાણીને કુમ કુમ તિલક અને ચોખાથી વધાવી રહ્યા છે. સાથો સાથ છેલ્લા વર્ષોમાં તેમણે કરેલા લોક ઉપયોગી કાર્યોને યાદ કરીને તેમની સાથે જ હોવાનું જણાવી રહ્યા છે. વરાછા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે અને તેઓ કેટલા મતની લીડથી વિજેતા બને છે એ જ જોવાનું રહે છે. કપરા સમયમાં હંમેશા લોકોની વચ્ચે રહેતા કુમાર કાનાણીને તમામ સમાજના લોકો આવકાર આપે છે તેનું કારણ એ છે કે, તેઓ કોર્પોરેટર હતા ત્યારથી જ લોકોની વચ્ચે રહેતા આવ્યા છે. ગમે ત્યારે લોકોને આવશ્યકતા હોય ત્યારે તેઓ લોકોની વચ્ચે જઇને તેમની સમસ્યાના નિરાકરણ માટે સાથ આપે છે. વર્ષોથી વરાછા વિસ્તારમાં જે પાયાની સમસ્યાઓ હતી તેનું નિરાકરણ લાવવામાં કુમાર કાનાણીએ કરેલી કામગીરી હજુ પણ લોકોને યાદ છે અને તેના કારણે જ સમગ્ર વરાછા મત વિસ્તારમાં કુમાર કાનાણીનું ઠેર ઠેર સ્વાગત કરીને લોકો તેઓ ભાજપની સાથે જ હોવાનું જણાવી રહ્યા છે. વરાછા વિસ્તારની ટ્રાફીક સમસ્યા હોય કે પોલીસ દ્વારા ખોટી રીતે કરવામાં આવતા દંડનો પ્રશ્ન હોય કુમાર કાનાણીએ લોકોને આ સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે સતત લડત આપી છે. હાલમાં પણ કુમાર કાનાણીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ડોર ટુ ડોર પ્રચારમાં કુમાર કાનાણીને લોકો આવકાર આપી રહ્યા છે તેમજ તેમને વિજય શ્રીના આશિર્વાદ આપી રહ્યા છે. જે પ્રકારે કુમાર કાનાણી લોકોની વચ્ચે રહીને કામ કરે છે તે આ વિસ્તારના લોકોને વધારે પસંદ છે અને તેના કારણે જ તેઓ એક લોક સેવક તરીકેની પોતાની ઇમેજને વધારે મજબુત બનાવામાં સફળ રહ્યા છે. કુમાર કાનાણીને વરાછા વિસ્તારમાં આવકાર મળવા સાથે લોકો તેમના કામોની યાદી પણ ગણાવી રહ્યા છે વરાછા વિધાન સભા વિસ્તારમાં કુમાર કાનાણીનો કોઇ વિકલ્પ ન હોવાનું ખુદ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.