મેષ રાશિ :
આજના દિવસમાં ભૂતકાળમાં થયેલા કડવા અનુભવ માં અટવાયેલા રહેશો, જેને લીધે વર્તમાનની પરિસ્થિતિમાં રહેલા આનંદને પણ માણી નહી શકો, આ કાર્ડ વર્તમાનમાં રહેવાનું સૂચવી જાય છે,નવી ક્રિએટિવિટી કરી શકશો,જે જતું રહ્યું છે તેને યાદ કરીને સમય પસાર થશે જ્યારે અમુક લોકો માટે સંબંધોમાં ગેરસમજ થઇ શકે છે.
વૃષભ રાશિ:
આજનો દિવસ લાગણીભર્યો રહેશે, નવી દિશામાં આગળ વધશે બીજા ને મદદરૂપ બનશો, બની શકે છે કે મનના ઘાવ ફરી તાજા થાય, પરંતુ તેના પર વિજય મેળવી શકશો,સફળતાપૂર્વક કાર્ય કરી શકશો,બગડેલા સંબંધોમાં સુધારો આવે .
મિથુન રાશિ:
આજના દિવસે કોઈ કાર્ય માટે મૂંઝવણ રહેશે કે એ કાર્ય કરવું અથવા નહીં કરવું , આપના માટે દિવસ સારો છે અગત્યના કાર્ય કરી શકો છો, કોઈ રીતે પોતાને બંધાયેલા હોવાનો અનુભવ થશે,નવા કાર્ય માટે યોજના બનાવશો તમે લીડરશીપ કરશો.
કર્ક રાશિ:
આજે પ્રોત્સાહિત રહેશો સફળતા મળશે કંઈક નવું કરવાની ભાવના થશે, તેમજ અમુક લોકો ફસાયેલ પરિસ્થિતિમાંથી બહાર આવશે,જૂની મેથડ માંથી નવું સર્જન કરશો.
સિંહ રાશિ:
લાઈફ ને એક જ પેટર્ન થી ચાલતી અનુભવશો કોઈ વસ્તુથી નિરાશા અનુભવશો , અકળામણનો અનુભવ થશે, આ કાડૅ તમને થોડું રિલેક્સ થવા માટે સૂચવી જાય છે,એકદમ પ્રવૃત્તિમય દિવસ હશે,પાર્ટનરની કોઈ વાતથી પરેશાની અનુભવશો .
કન્યા રાશિ:
આજે કાર્ય જલદી પૂરું કરવા માટે તત્પર હશો પરંતુ અમુક બાધાઓનો સામનો કરશો ,લીડરશીપ કરશો અટવાયેલા કાર્ય માટે રસ્તો દેખાશે અને બીજાની લાઇફમાં પ્રકાશ લાવવાનું કાર્ય કરશો.આસાનીથી રસ્તાઓ નીકળશે.
તુલા રાશિ:
આજનો દિવસ આનંદિત રહેશે બીજા લોકોને પણ ખુશી આપશો ,અટવાયેલા લોકો ને રસ્તો બતાવશો ,મદદ કરવાની ભાવના રહેશે, નાણાકીય પ્રાપ્તિ થશે,વિકાસ થશે.નવા કાર્યો માટે યોજનાઓ બનાવશો.
વૃશ્ચિક રાશિ:
જૂની આદતો માંથી બહાર આવશો કંઈક બોજ હળવો થતો લાગશે ,આંતરિક ખુશીનો અનુભવ થશે ,કોઈક વસ્તુનો પર્દાફાશ થશે.લાંબા સમયથી કોઈ અટવાયેલ વસ્તુ ના રસ્તાઓ ખુલશે.
ધનુ રાશિ:
મનની શાંતિનો અનુભવ થશે વિચારો પર કાબૂ રહેશે મન અને હૃદય તાલમેલમાં ચાલતા અનુભવશો નવા સમાચાર આવવાની સંભાવના છે.કાર્ય માં સફળતા મળશે ,સારું ચાલશે.
મકર રાશિ:
આજે પોતાની મસ્તીમાં રહેશો ,ખુશીનો અનુભવ થશે, જીત ની લાગણી થશે, આકાર થોડો સીરીઅસ થવા માટે કહે છે, અને તપાસ કરીને આગળ ચાલવા કહે છે .બેદરકારી વાળું કાર્ય ન કરવું.
કુંભ રાશિ:
થોડું મન ચંચળ રહે, જવાબદારીને આનંદિત રીતે પુરી કરી શકો, લાઇફમાં શાંતિનો અનુભવ થાય, દિવસ આનંદિત રહેશે ,કોઈ કાર્ય માં સફળ થશો.પ્રસંગો માં જવાનું થયી શકે છે , જયારે અમુક લોકો માટે પ્રસંગ યોજાય તેવુ બની શકે છે.
મીન રાશિ:
કોઈ તક ચૂકી ગયાનો અનુભવ થાય, પરંતુ બીજા રસ્તાઓ ખુલ્લા છે તો તે તરફ પણ ધ્યાન આપો, એકલતાનો અનુભવ થાય, આજના દિવસ માટે અગત્યના કાર્યો ના કરવા,તાર્કિક કાર્ય કરવું પડે,તનાવ રહે, શરદી, માથાનો દુખાવો રહે.
• Share •