Page Views: 3548

જાણો શનિવાર નું ટેરો કાર્ડ આપના ભવિષ્ય વિશે શું કહે છે.

કુંભ રાશિ ના જાતકો નો વિલ પાવર સ્ટ્રોંગ રેહેશે

Tarot card reading by preeti j joshi


મેષ રાશિ - 
આજ નું કાર્ડ પોઝિટિવ રહેવા માટે સૂચવી જાય છે, જો ઇમોશનલી મજબૂત હશો તો કોઈ પણ વસ્તુની તમને અસર થશે નહીં, બની શકે છે કે આજે કોઈ તરફથી દુઃખ મળે અથવા દુઃખની લાગણી થાય, આજુબાજુની પરિસ્થિતિ તમારાથી અવરોધમાં હોય તેવું લાગે.લોન ને લઈને કોઈ પ્રૉબ્લેમ થઈ શકે છે, વર્ક પ્લેસ માં ચાલી રહેલી પ્રોબ્લેમને કારણે તમારે તેમને કંટીન્યુ રાખું કે નહીં તે માટે ડિસીઝન લેવું પડે.

 

વૃષભ રાશિ - 
આજે તમારો વિલ પાવર સ્ટ્રોંગ રેહેશે, આજે તમે તમારા કોઈ સ્પેસિફિક ગોલ પર ધ્યાન આપશો, એક નવા સાહસ અને નવા ઉત્સાહ સાથે આગળ વધશો, ટ્રાવેલિંગ થઈ શકે છે, પોતાની જાત પર વિશ્વાસ રાખીને આગળ વધવું, કોઈ બે અપોઝિટ પરિસ્થિતિ આવે તેવી શક્યતા છે, પરંતુ તમારે તમારા પર સેલ્ફ કંટ્રોલ રાખીને તમારા ગોલ પર ધ્યાન આપવું,આજે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધી કાઢશો, આજે તમારે તમારી પોઝિશન સંભાળીને ફોકસ સાથે કાર્ય કરવૂ.

 

મિથુન રાશિ – 
આજનો દિવસ પોઝિટિવ રહેશે, તમારી લિમિટ કરતા વધારે કાર્ય કરી રહ્યા હોત એવું તમને લાગે, આજે તમારો સ્વભાવ થોડો દરેક વસ્તુને વિરોધ કરનારો રહેશે, સિચ્યુએશનને મેન્ટેન કરવા મનની મજબૂતીની ની જરૂર છે,વધારે વર્કૅલોડ ને લીધે સ્ટ્રેસ અનુભવો, બિઝનેસમાં કોઈ જાતનો ભય જણાય,ખોટી ચર્ચાઓમાં પડવું નહીં.

 

કર્ક રાશિ – 
આજે કોઈ નવી તક મળશે, નાણાકીય પ્રાપ્તિ થઇ શકે છે, આજે પોઝિટિવ એટિટયુડ રાખવો, જો તમારી જાત સાથે તમે કોન્ફિડન્ટ છો તો કાર્યમાં આગળ વધવું, સફળતાની પ્રાપ્તિ થઇ શકે છે કોઈ કાર્ય શરૂ કરવા પહેલા પ્રી પ્લાન કરીને કરવું,કાર્યમાં પ્રોગ્રેસ થતો જણાશે, પ્રોફેશનલ્સ સંતુષ્ટીની સાથે નાણાકીય રિવોર્ડ પણ મળશે.

સિંહ રાશિ - 
આજે તમારો દ્રષ્ટિકોણ બદલાતો લાગશે,  હકારાત્મક રીતે જોઇ શકશો, ભૌતિક વસ્તુઓ તરફનું ખેંચાણ ઓછું લાગે, જીવનની વાસ્તવિકતા સમજી શકશો, જીવનમાં નવો બદલાવ આવતો અનુભવો,જમીનને લગતાં કાર્યો કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે.

કન્યા રાશિ - 
આજે સમસ્યાઓ પર ફોકસ કરવા કરતા તેના સોલ્યુશન પર ફોકસ કરવાથી રસ્તો મળી શકશે, આજે તમે તમારી જાતને સમજાવતા હોય એવું બની શકે છે, કોઇની વાતોમાં આવી જવું નહીં, કોઈ વસ્તુથી તમે ભાગી રહ્યા હો તેવુ બની શકે છે,તમારા કાર્યથી તમને કંટાળો આવતો હોય તેવું લાગે, તમારા ગમતા કાર્ય પાર વર્ક કરવાથી બેનીફીટ મળી શકે છે.

તુલા રાશિ - 
આજનો દિવસ હકારાત્મકતા સૂચવી જાય છે, નાણાકીય પ્રાપ્તિ થઇ શકે છે, જ્યારે અમુક લોકો નાણાંની લેવડદેવડ કરશે, અમુક બીજા લોકો માટે પરિસ્થિતિ થોડી વિપરીત બતાવે છે નાના નુકસાનને કારણે મન ઉદાસ રહી શકે છે, ઇન્ક્રીમેન્ટ આવી શકે છે, અથવા કોઈ પ્રોફિટ થાય એવું બની શકે.

વૃશ્ચિક રાશિ - 
કોઈ નવી જવાબદારી આવી શકે છે, કોઈ એક્સ્ટ્રા વર્ક પણ ઉમેરાશે, જેને લીધે થોડો ડિસ્ટર્બન્સ લાગે, આજનું કાર્ડ એક્સ્ટ્રા વર્ક થી દૂર રહેવા માટે સૂચવી જાય છે,કાર્ય શેર કરવાથી આનંદની લાગણી અનુભવશો,નેગેટિવ વિચારો થી તમારી તબિયત બગડી શકે છે, પોઝિટિવ વિચારવું.

ધનુ રાશિ - 
આજે લાઈફ ને બેલેન્સ કરીને ચાલવું, થોડું મન અશાંત રહે, પોતાના અંતર આત્માના અવાજને સાંભળવું, આથી થોડા વધારે ઈમોશનલ રહેશો, લોંગ ટાઇમના ગોલ પર ધ્યાન આપવું, જો સિચ્યુએશન કોમ્પ્લિકેટેડ લાગે તું મનને શાંત કરીને અલ્ટરનેટિવ સાઈડ વિચારવું,કોઈ ને લીધે તમારું કાર્ય બગડે તેવું બની શકે છે.


મકર રાશિ - 
આજનો દિવસ પોઝિટિવ રહેશે , લાંબા સમયથી હેરાન થતા લોકો માટે આ કાર્ડ દર્શાવે છે કે તેના સમયમાં બદલાવ આવશે, હવે તમે કોઈપણ પરિસ્થિતિનો પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર હશો, કોઈ સોશિયલ એક્ટિવિટી કરો તેવી શક્યતા છે,તમારી ફાઇનાન્સિયલ સ્ટેટસ માં સુધારો આવતો જણાશે, શેર સ્ટોક માર્કેટમા ઇન્વેસમેન્ટ કરેલા લોકોને આજે સારું રિટર્ન મળતું જણાશે.


કુંભ રાશિ - 
આજે તમારો વિલ પાવર સ્ટ્રોંગ રેહેશે, આજે તમે તમારા કોઈ સ્પેસિફિક ગોલ પર ધ્યાન આપશો, એક નવા સાહસ અને નવા ઉત્સાહ સાથે આગળ વધશો, ટ્રાવેલિંગ થઈ શકે છે, પોતાની જાત પર વિશ્વાસ રાખીને આગળ વધવું, કોઈ બે અપોઝિટ પરિસ્થિતિ આવે તેવી શક્યતા છે, પરંતુ તમારે તમારા પર સેલ્ફ કંટ્રોલ રાખીને તમારા ગોલ પર ધ્યાન આપવું.


મીન રાશિ - 
લાંબા સમયથી કાર્ય કરી રહ્યા છો તે પૂર્ણ થવા પર છે, અથવા કોઈ વસ્તુ ની રાહ જોઈ રહ્યા છો તો રાહ થોડો ટાઈમ સુધી જોવાની છે, આજે કોઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરશો, નાણાકીય પ્રાપ્તિ થશે, મહેનતનું ફળ મળતું જણાશે,આજે તમારો ફોકસ તમારા ધ્યેય પર હશે,પ્રશંસા મળી શકે છે તેમજ નાણાંકીય પ્રાપ્તિ પણ થઈ શકે છે, ટ્રેડિંગ માટે આજનો દિવસ સારો છે.