Page Views: 4538

જાણો ગુરુવાર નું ટેરો કાર્ડ આપના ભવિષ્ય વિશે શું કહે છે.

મિથુન રાશિ ના જાતકો એ અગત્ય ના કાર્ય મુલતવી ના રાખવા

Tarot card reading by preeti j joshi

મેષ રાશિ:- 
આસપાસની પરિસ્થિતિઓથી થોડા પરેશાન થશો, જો એ પરિસ્થિતિને ઓગણી તમારામાં ધ્યાન આપશો તો દિવસ સારો જશે, અટકેલા કાર્ય ઉકેલાશે, લાગણીમાં વહી ને અગત્યના નિર્ણય નો લેવા,પોતાની શક્તિથી આગળ વધી શકશો,મનમાં ઉત્પાત રહે.

 

વૃષભ રાશિ:-
આજે તમે પોતાની અથવા તો પોતાની પાસે રહેલ વસ્તુ ની સરખામણી બીજા સાથે કરશો, કોઈ વસ્તુ ખરીદતા પહેલા તપાસ કરવી, ઈર્ષા નો સામનો કરવો પડે .આત્મબળ વધારવું.


મિથુન રાશિ:-

આજના દિવસે અગત્યના કાર્ય ને મુલતવી ન રાખવાં, હકારાત્મક દૃષ્ટિકોણ રાખવો, નવી એક્ટિવિટી કરશો, આજનું કાર્ય કાલ પરના છોડવું.કાર્ય ફસાયેલું લાગશે.ગળું દુઃખવા ની ફરિયાદ રહેશે.

 

કર્ક રાશિ:- 
આજનો દિવસ આનંદિત રહેશે, સેલિબ્રેશન થાશે, મિત્રો અથવા કુટુંબ તરફથી સહકાર અને સહયોગ મળશે, તેઓ આનંદ માં ભાગ લેશે.ગ્રુપમાં કામ કરવાથી સફળતા મળશે.કોઈ સાથે ના સંબંધ માં મધુરતા જળવાશે.

 


સિંહ રાશિ:- 

આજના દિવસે કોઈ કાર્ય જટિલ લાગશે, પરંતુ તે અવશ્ય પૂરું થશે તો હિંમત હારવી નહીં, હકારાત્મક વલણ રાખવું, મૂંઝવણ થતાં પ્રશ્નોનો ઉત્તર મળશે, બહાર જવાના યોગ છે.થોડી મહેનત કરવી પડશે.ઉતાર ચઢાવ રહેશે.પેટની તકલીફ રહે.

 

કન્યા રાશિ:-

મુશ્કેલીઓનો સામનો કરતા હોવા છતાં તમારું ધ્યાન તમારા ધ્યેય પર  રહેશે, સાહસિક કાર્ય કરશો, નવા વિચારોનો વિકાસ થશે, નવી તક દેખાશે, રસ્તા ખુલ્લા દેખાશે,લાભ પ્રાપ્ત થશે.

 

તુલા રાશિ:-
 
આજના દિવસે પોતાની પ્રગતિ ને અનુભવી શકશો સાથીદારો સાથે સારો સમય વીતશે, પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકશો, આજની દરેક ક્ષણને માણસો, જીવનના ઉતાર ચઢાવ ને સમજીને ચાલવું,સફળતા પ્રાપ્ત થશે.

 

વૃશ્ચિક રાશિ:-

આજે કોઈ પરિસ્થિતિમાંથી પોતાને બહાર આવતા અનુભવશો, કોઈ ભેદ ઉકેલી શકશો, નકારાત્મક વિચારોને જતા કરવા,નવી યોજના કરશો,રિલેશન માં સુધારો આવશે.

 

ધનુ રાશિ:-

રસ્તાઓ ખુલ્લા દેખાશે ,લાંબા સમયથી જોઈ રહેલ સપના પૂરા થઈ શકશે ,પોતાની શક્તિ પર વિશ્વાસ રાખવો, સાહસિક અને ચપળતાપૂર્વક કાર્ય કરી શકશો,નવા પ્રોજેક્ટ પ્લાન કરશો.

 


મકર રાશિ:-

જે કાર્યમાં બધાનો સહકાર હોવો જોઈએ તેમાં પોતાને એ કાર્ય એકલા  પૂરા કરતા અનુભવશો , કોઈ નિરાશા અથવા ફસાયેલા કાર્ય માંથી બહાર નીકળશો, દિવસ શાંતિમય રહેશે,કાર્ય સફળ રીતે પૂર્ણ કરી શકશો.

 


કુંભ રાશિ:-

આજનો દિવસ ખૂબ જ શુભ જશે, સારા સમાચાર મળશે ,દરેક જગ્યા પર થી ખુશી અનુભવશો ,માન પ્રતિષ્ઠા મળશે,સફળતા પ્રાપ્ત થશે.

 

મીન રાશિ:-

આજનો દિવસ શુભ રહેશે, પોતાની ઇચ્છા મુજબ ના કાર્ય થતા અનુભવશો, અટકેલા કાર્ય ને પૂરા કરી શકશો, પોઝિટિવ વિચારો દિવસને પોઝિટિવ બનાવશે,મહેનતનું ફળ મળશે.