સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરત શહેરમાં વરાછા વિધાન સભાની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પટેલ સમાજના અગ્રણી એવા કિશોરભાઇ કાનાણી ઉર્ફે કુમાર કાનાણીને ટિકીટ ફાળવી છે. કુમાર કાનાણીએ છેલ્લા દોઢ દાયકાથી વધારેના જાહેર જીવનમાં સામાન્ય માણસોની સાથે રહીને લોકોની સમસ્યાના ઉકેલ માટે સતત કાર્યો કર્યા છે. ખાસ કરીને સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફીકને લગતી સમસ્યા હોય તો તેઓ જાતે જ ટ્રાફીક પોઇન્ટ ઉપર ઉભા રહીને વાહન વ્યવહાર રાબેતા મુજબ થાય એ પ્રકારના કામ કરતા રહ્યા છે. ઉપરાંત જ્યારે પણ તેમના મત વિસ્તારને લગતી સમસ્યાઓ હોય ત્યારે તેઓ પ્રજાનો અવાજ ઉઠાવવામાં ક્યારેય પાછી પાની કરતા નથી. ભલ ભલા ચમર બંધીઓને પણ રોકડું કહી દેવાની કુમાર કાનાણીની હિંમત અને સ્પસ્ટ વક્તા તરીકેની છાપને કારણે તેઓ આટલા લોકપ્રિય બની શક્યા છે. સામાન્ય મતદારો જ્યારે પણ તેમના કાર્યાલય પર કામ લઇને જાય છે ત્યારે હંમેશા તેમને હકાત્મક જવાબો મળ્યાનું ખુદ મતદારોનું કહેવું છે. આ ઉપરાંત જ્યારે પણ શહેરીજનો સામે કોઇ સમસ્યા આવી હોય ત્યારે તેઓ લોકોની વચ્ચે રહીને કામ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. આ કારણસર જ ભાજપ દ્વારા કુમાર કાનાણીને ટિકીટ ફાળવવામાં આવી છે અને તેમના પરનો આ વિશ્વાસ જ તેમને જંગી બહુમતીથી વિજેતા બનાવવા માટે પુરતો હોવાનું ખુદ કાર્યકરોનું કહેવુ છે. ગત રોજ જ્યારે તેઓ ઉમેદવારી પત્રક ભરવા ગયા ત્યારે પણ તેમની સાથે ભાજપના કાર્યકરોનો જે મોટો સમુહ જોવા મળતો હતો તે એ વાતનું પ્રમાણ છે કે, તેમની લોક પ્રિયતા આ વિસ્તારમાં કેટલી છે અને પાટીદાર આગેવાન તરીકેની તેમની આ આગવી છબી કુમાર કાનાણીને જંગી બહુમતીથી વિજેતા બનાવશે એમાં કોઇ શંકાને સ્થાન નથી.
• Share •