Page Views: 3198

બાળ ઉત્થાનની પ્રવૃતિઓ સાથે અદાણી ફાઉન્ડેશનએ ઉજવ્યો બાળ દિવસ

બાળગીત, નાટક, વાર્તા કથન, મુક નાટક, અભિનય ગીત, સમુહ નૃત્ય, એકપાત્રિય અભિનય જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું

હજીરા, સુરત : વર્તમાન ન્યૂઝ.કોમ 

તારીખ 14 નવેમ્બરે બાળ દિન તરીકે ઉજવાય છે. આ ખાસ દિવસની ઉજવણી માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની 25 સરકારી પ્રાથમિક શાળાઓમાં આ દિવસને વિશિષ્ટ રીતે ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવૃત્તિઓમાં બાળગીત, નાટક, વાર્તા કથન, મુક નાટક, અભિનય ગીત, સમુહ નૃત્ય, એકપાત્રિય અભિનય જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં 2900 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગીદાર બન્યા હતા. શાળાના શિક્ષકો તથા ઉત્થાન સહાયકો દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ચાચા નહેરુના પરિવેશમાં બાળકોને સંદેશ અપાયો હતો. જેમાં બાળ દિવસનું મહત્વ શું છે તે બાળકોની ભાષામાં અભિનય દ્વારા આપવામાં આવ્યું હતું.

આ સાથે બાળકો માટે વિશિષ્ટ નાસ્તાનો આયોજન પણ કરવામાં આવ્યું હતું. આજ દિવસે ધોરણ આઠમાં અભ્યાસ કરતા કુલ 126 વિદ્યાર્થીઓને કે જેઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં એન.એમ.એમ.એસ (નેશનલ મીન મેરીટ સ્કોલરશીપ) ની પરીક્ષા આપવાના છે તેઓને તૈયારી માટે સંદર્ભ પુસ્તક તેમજ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ જુનાગામ પ્રાથમિક શાળામાં ખાતે સી.આર.સી શ્રી મણીભાઈ લાડ તથા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા અભિનયગીત રજૂ કરવામાં આવ્યું હતું, જે બાળકો માટે ખાસ પ્રેરણાદાયક રહ્યું હતું. આજનો બાળ દિવસ સંપૂર્ણ બાળકોને સમર્પિત છે તે હેતુ આધારિત શાળાની દરેક પ્રવૃત્તિઓને બાળકેન્દ્રી રાખી આજના શાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓલપાડ, ચોર્યાસી તાલુકાના 2900થી વધુ બાળકો સહભાગી બન્યા હતા.