Page Views: 7237

ગુજરાત હોસ્પિટલ દ્વારા લાઇવ ઇએસજી સર્જરી કરવામાં આવી

રાષ્ટ્રીય ચિકીત્સા સંમેલનમાં શહેરભરના ડોક્ટરોએ ભાગ લીધો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરત શહેરના અડાજણ આનંદ મહેલ રોડ શ્રી રામ પેટ્રોલ પંમ્પ સામે આવેલી ગુજરાત હોસ્પિટલ દ્વારા ઇએસજી સર્જરીનું લાઇવ નિદર્શન કરવામાં આવ્યું હતું. રવિવાર 13 નવેમ્બરના રોજ મેદસ્વીતાથી પિડાતા લોકો કે જેમણે બેરીયાટ્રીક સર્જરી કરાવી હોય અને ત્યાર બાદ પણ ચાર પાંચ વર્ષમાં વજન વધી ગયું હોય તો તેમના માટે આ સર્જરી આશિર્વાદ સમાન બની રહે છે. આ સર્જરી બાદ ઝડપથી વજન ઓછુ થાય છે અને સાઉથ ગુજરાતમાં આ પ્રકારની ચાર વ્યક્તિને સર્જરી કરવામાં આવી હતી. પહેલા આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ સંમેલનમાં વિદેશથી ખાસ મશીનરી મંગાવવામાં આવી છે.

ખાસ કરીને આંતરડામાં મસા સ્વરૂપે ગાંઠ થઇ જાય છે અને તે કેન્સર માટેનું કારણ બને છે આ પ્રકારના મસાને હજુ તે બનતો હોય ત્યારે જ ખાસ સર્જરી દ્વારા દૂર કરી દેવામાં આવે છે અને કેન્સર જેવી બિમારીથી બચી શકાય છે. ગુજરાત હોસ્પિટ ગેસ્ટ્રો એન્ડ વેસ્કુલર સેન્ટર દ્વારા સાઉથ ગુજરાતમાં ચાર સર્જરીનું અને અન્ય 22 સર્જરીનું લાઇવ કરવામાં આવ્યુ છે. દેશભરના ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ સુરતમાં હાજર રહ્યા હતા. ડો.સૌમિન શાહ અને ડો.નરેશ ગાબાણીએ આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ લેપ્રોસ્કોપી સર્જરી ડે કેર સર્જરી છે દર્દી સવારે દાખલ થાય તો બપોર સુધીમાં તેમને રજા આપી દેવામાં આવે છે.