Page Views: 8145

સુરત ચોર્યાસીમાં આખરે ભાજપે સંદીપ દેસાઇને ટિકીટ ફાળવી

સંદીપ દેસાઇ જિલ્લા ભાજપના પ્રમુખ ઉપરાંત સુમુલ, એપીએમસી અને સુરત ડિસ્ટ્રીક્ટ બેન્કમાં પણ ડિરેક્ટર છે

સુરત-કિરીટ ત્રિવેદી દ્વારા- (91735 32179)

સુરત શહેર જિલ્લા ભાજપના 17 ઉમેદવારોની યાદી બે દિવસ પહેલા જાહેર કરવામાં આવી હતી. પરંતુ સુરત ચોર્યાસી બેઠક ઉપર કોને ટિકીટ આપવી તે અંગે ભારે મથામણ થઇ હતી. લાંબા સમય સુધી ગડમથલ અને મેરોથોન ચર્ચાઓ બાદ સુરત ચોર્યાસીની વિધાન સભા બેઠક ઉપર ભાજપના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સિટીંગ ધારાસભ્ય ઝંખના પટેલના સ્થાને સંદીપ દેસાઇને ટિકીટ આપવાનું જાહેર કર્યું છે. સંદીપ દેસાઇ વર્ષોથી સુરત જિલ્લામાં સંગઠનના માળખાને મજબુત કરતા આવ્યા છે ઉપરાંત સહકારી ફિલ્ડમાં સુરત જિલ્લા સહકારી બેન્ક, સુમુલ ડેરી અને એપીએમસીમાં તેઓ ડિરેક્ટર છે. એક અદના કાર્યકર તરીકે ભાજપમાં જોડાયેલા સંદીપ દેસાઇ વર્ષોથી સહકારી ફિલ્ડમાં કામ કરતા આવ્યા છે અને તેઓ સતત કાર્યકરોની વચ્ચે રહેનારા છે. સંદીપ દેસાઇનું નામ જાહેર થતા ભાજપના કાર્યકરોએ તેમના નામનો જયઘોષ કર્યો હતો. આમ પણ સંદીપ દેસાઇ સી આર પાટીલના નજીકના ગણાય છે અને વર્ષોથી તેઓ જિલ્લા ભાજપમાં અને શહેરમાં સક્રિય કાર્યકર તરીકે જાણીતા છે.

સુરત જિલ્લાની કુલ 16 બેઠકોમાં એક જ મહિલા ઉમેદવાર

સુરત શહેર અને જિલ્લાની કુલ 16 બેઠકો છે જે પૈકી માત્ર લિંબાયતની બેઠક ઉપર જ એક માત્ર મહિલા ઉમેદવાર સંગીતા પાટીલને ભાજપે ટિકીટ ફાળવી છે. આ સિવાય બીજા મહિલા દાવેદાર ઝંખના પટેલની ટિકીટ કાપવામાં આવી છે અને તેમના સ્થાને સંદીપ દેસાઇને ટિકીટ આપવામાં આવી છે. એટલે હવે સુરત શહેર જિલ્લાની 16 પૈકી 15 બેઠકો ઉપર પુરૂષ ઉમેદવાર છે અને એક માત્ર મહિલા ઉમેદવાર છે.

 

Lorem initius...