Page Views: 18851

પૂર્ણેશ મોદીએ ભાજપમાંથી સુરત પશ્ચિમમાં વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી

પૂર્ણેશ મોદી સાથે રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ, નીતિન ભજીયાવાલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

સુરત-કિરીટ ત્રિવેદી(91735 32179)

સુરત પશ્ચિમમાંથી ભારતિય જનતા પાર્ટી દ્વારા પૂર્ણેશ મોદીને ટિકીટ આપવામાં આવી છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ અને પરિવહન મંત્રી તરીકે યશશ્વી કામગીરી કરી ચુકેલા પૂર્ણેશ મોદી શુક્રવારે બપોરે 11.30 કલાકે સ્વામી વિવેકાનંદ બ્રીજ ખાતેથી નાનપુરા બહુમાળી ભવન ખાતે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. જ્યાં વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. પૂર્ણેશ મોદી સાથે કેન્દ્રના રાજ્ય કક્ષાના રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોષ સહિત સુરત શહેર ભાજપના માજી પ્રમુખ નીતિન ભજીયાવાલા સહિત અશોક ગોહિલ, પરિમલ ચાસીયા સહિતના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુરત પશ્ચિમની બેઠક ભાજપનો પરંપરાગત ગઢ માનવામાં આવે છે અને આ સિટ પરથી મોઢ વણિક સમાજના હેમંત ચપટવાલા તેમના પત્ની ભાવનાબેન ચપટવાલા, કિશોરભાઇ વાંકાવાલા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે રહી ચુક્યા છે. પૂર્ણેશ મોદી પણ હાલમાં ભાજપ તરફેથી ધારાસભ્ય છે. સુરત પશ્ચિમની બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે અને તેમને ટક્કર આપવા માટે કોંગ્રેસ દ્વારા સંજય પટવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એક તરફી જંગમાં પૂર્ણેશ મોદી કેટલી લીડથી વિજેતા થાય છે એ જ જોવાનું રહે છે.