વરાછા કો-ઓપ.બેન્કની 27મી વાર્ષિક સામાન્ય સભા મળી

ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા

ગુજરાતની સહકારી બેંકોમાં અગ્રિમ સ્થાન ધરાવતી ઘી વરાછા કો-ઓપ.બેંક લિ.,સુરતની 27મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  વરાછાબેંક દ્વારા દર વર્ષની માફક વાર્ષિક સાધારણ સભાની સાથે વિશેષ ગૌરવ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં રાષ્ટ્ર અને રાજ્યને ગૌરવ અપાવનાર વિશેષ પ્રતિભાઓને સન્માનિત કરવાની સાથે અકસ્માતે અવસાન પામનાર ખાતેદારના વારસદારને વિમાની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સહકાર ભાવનાથી કાર્ય કરવાની સાથે સાથે સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવતી વરાછાબેંક અન્ય સહકારી બેંકો માટે મોડેલરૂપ બની છે. જે ખૂબ જ ગૌરવની વાત છે. અદ્યતન ટેક્નોલોજી ‘સાથે બેંકિંગ સેવા પુરી પાડતી વરાછાબેંક હજુ ખૂબ સારી પ્રગતિ કરી સહકારી ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા અતિથી દિલીપભાઈ સંઘાણીએ પાઠવી હતી. ખાતર બનાવતી એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમને  પદે નિમણુક પામનારા દિલીપભાઇ સંઘાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું.  યુવા અગ્રણી ભાવેશભાઈ રાદડીયાનું વરાછાબેંક દ્વારા જાહેર અભિવાદન કરવામાં આવ્યુ હતું. આ સાથે યંગ એન્ટરપ્રિન્યોર તરીકે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઝંપલાવી આજે એક સફળ બિઝનેસમેનનું ઉદાહરણ પુરૂ પાડનાર નારોલા ઈન્ફોટેક સોલ્યુશન્સના નિલેશભાઈ પાલડીયાને સન્માનિત કરી યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રેરણા મળી રહે તે માટેનો વરાછાબેંકે પ્રયારા કર્યો હતો.આજના સમયમાં સફળ કારકિર્દી ઘડતર માટે વિધાર્થીઓ અનેક સ્પર્ધાત્મક પરિક્ષાઓ આપે છે. પરંતુ ધાર્યું પરિણામ નહી મળતા તેઓ હતાશાની ગર્તામાં ધકેલાઈ જતા હોય છે. ત્યારે શારીરિક મર્યાદા હોવા છતાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) કલાસ-1 ની પરિક્ષા પાસ કરી અસિસ્ટન્ટ કમિશનર, GST બનેલ શ્રી વિવેકભાઈ ગજેરાનું વિશેષ સિદ્ધી સન્માન કરી વિદ્યાર્થીઓને મોટીવેશન પુરૂ પાડયુ હતુ. ચાર્ટર્ડ એકાઉટન્ટની પરિક્ષામાં ગુજરાતમાં પ્રથમ અને રાષ્ટ્ર કક્ષાએ તૃતીય ક્રમાંક મેળવનાર રાષ્ટ્ર અને રાજયનું ગૌરવ એવી CA સૃષ્ટિ કેંટુરમાઈ સંઘવી અને તેમના પરિવારનું જાહેર સન્માન કરી વરાછાબેંકે સામાજીક ઉતરદાયિત્વ નિભાવ્યું હતું. દેશની તમામ નારી શક્તિ માટે પ્રેરણારૂપ ઉદાહરણ એવી નયના વાઘજીભાઈ ધાનાણી કે જેમણે દેશની સુરક્ષા માટે ભારતીય સેનામાં દાખલ થઈ નોંધનીય કામગીરી થકી બઢતી મેળવી NSG કમાન્ડો તરીકેની આજે સેવા બજાવી રહી છે. ત્યારે  નયનાબેન ધાનાણીનું વરાછાબેંકે વિશેષ સિદ્ધી સન્માન કરી તેમની રાષ્ટ્રામાવનાને બિરદાવી હતી. આ પ્રસંગે વરાછા કો-ઓપરેટીવ બેન્કના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન કાનજીભાઇ ભાલાળાએ પણ બેન્કની કાર્યવાહીનો ચિતાર આપ્યો હતો.