વીર શહીદના પરિવારને જય જવાન નાગરિક સમિતિ દ્વારા નિમંત્રણ

ગુજરાતના શહીદોના પરિવારોને સુરત ખાતે સન્માનિત કરી આર્થિક સહાય અપાશે

સુરત.વર્તમાનન્યૂઝ.કોમ
રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રેસિડેન્ટ મહેશભાઈ રામાણી,પ્રફુલભાઈ ચોડવડીયા,વિજયભાઈ માંગુકિયા,કિરીટભાઈ વાંકડી અને મિલન ગોયાણીએ સુરેન્દ્રનગરના લીલાપુર ગામના વીર જવાન કુલદીપ હરિકૃષ્ણભાઈ પટેલના પરિવારની મુલાકાત લઇ સુરત પધારવા નિમંત્રણ પાઠવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાના બીજા વીર જવાન વઢવાણના જયપાલ ભુપતસિંહ બારડ ના પરિવારની મુલાકાત લીધી હતી. સુરતની જનતાની લાગણી અને રાષ્ટ્રપ્રેમ પરિવારો સુધી પહોંચાડી તે બદલ  જય જવાન નાગરિક સમિતિ સુરતના કન્વીનર ટ્રસ્ટી શ્રી કાનજીભાઈ ભાલાળા દ્વારા માટે  ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.