સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા 55 વિદ્યાર્થીઓને વિનામુલ્યે સાયકલનું વિતરણ

પાલિકા કમિશનર બંછાનિધી પાની ખાસ ઉપસ્થિત રહ્યા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ 
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત પ્રેરીત રિસાયકલ પ્રોજેક્ટ એટલે કે જુની બિનવપરાશી, બિન ઉપયોગી સાયકલો મેળવીને તેને જરૂરી રીપેરીંગ કરાવી અને જરૂરીયાતવાળા બાળકોને અને વ્યક્તિઓને વિતરણ કરવામાં આવી હતી. નાના વરાછા કાતે આવેલી નગર પ્રાથમિક શાળા ક્રમાંક 272 અને 16માં સુરત પાલિકાના કમિશનર બંછાનિધી પાનીના અધ્યક્ષ સ્થાને સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 55 જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા આ વિદ્યાર્થીઓને વિનામુલ્યે સાયકલ મળવાથી તેમને સ્કૂલે આવવા જવામાં પડતી અગવડતા દૂર થશે. બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા, મંત્રી અરવિંદ ધડુક, ટ્રસ્ટી સવજીભાઇ વેકરિયા, કાંતિભાઇ ભંડેરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજના આ રિસાયકલ પ્રોજેક્ટનું સંપુર્ણ સંકલન સુ સંસ્કાર દીપ યુવા મંડળ દ્વારા કરવામાં આવ્યુ હતું. સંસ્થાના પ્રમુખ કરશનભાઇ કોટડિયા, વાઘજીભાઇ સભાડિયા, કાળુભાઇ શેલડીયા, પ્રવિણભાઇ ધડુક તેમજ સંસ્થાના અન્ય હોદેદારો દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.