કન્યા કેળવણી શાળામાં પ્રવેશ ઉત્સવ ઉજવાયો 

પાલિકાના ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ રેશ્માબેન લાપસીવાલા સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત 

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ 
સમગ્ર રાજ્યમાં શાળાઓમાં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત શહેરના દિલ્હી ગેટ મંછરપુરા ખાતે આવેલી ચૂનીલાલ મડિયા પ્રાથમિક શાળા ક્રમાંક 78 અને વીર તાત્યા ટોપે પ્રાથમિક શાળા ક્રમાંક 80 ખાતે શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગર પાલિકાના ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિના અધ્યક્ષ શ્રીમતી રેશ્માબેન લાપસીવાલા , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હીરપરા સહિત શાળા ક્રમાંક 78ના આચાર્યા પ્રિતીબેન ન. પટેલ અને સુનંદાબેન ઇંગળે સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કન્યા કેળવણી શાળા પ્રવેશ ઉત્સવમાં તમામ બાળકોના કંકુમાં પગલા લઇ તેમને છબી એનાયત કરવામાં આવી હતી.