Page Views: 3274

ઉદ્યોગ સાહસિકો ફાયનાન્સ ઉપર નિયંત્રણ મેળવી નાણાંકીય સાક્ષરતા કેળવી શકે તે માટે ચેમ્બર દ્વારા વેબિનાર યોજાશે

આ વેબિનારમાં જોડાવવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3AIjvUR ઉપર ફરજિયાતપણે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

સુરત. ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગધંધાની શરૂઆત માટે ઘણા બધા ખર્ચાઓનો સામનો કરવો પડતો હોય છે અને કેટલાક અંશે એવું બનતું હોય છે કે મોટા ભાગે નાણાંનો ખર્ચ વ્યય થઇ જાય છે. આથી ઉદ્યોગ સાહસિકો ફાયનાન્સ ઉપર નિયંત્રણ મેળવી નાણાંકીય સાક્ષરતા કેળવી શકે તે હેતુથી તેઓને ફાયનાન્શીયલ બાબતોથી વાકેફ કરવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૧૦ ફેબ્રુઆરી, ર૦રર ના રોજ રાત્રે :૦૦ કલાકેફાયનાન્શીયલ લિટરસી એન્ડ વ્હેર વી સ્ટેન્ડવિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતા તરીકે વાઇસ ચાણકય સર્ટિફાઇડ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ કોચના કોફાઉન્ડર અને લીડ ફેસિલીટેટર ઉદય ટીકૂ દ્વારા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.

વેબિનારમાં જોડાવવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3AIjvUR ઉપર ફરજિયાતપણે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.