Page Views: 4625

સોમવારથી ધોરણ ૧ થી ૯નું ઓફલાઈન શિક્ષણ શરુ થશે

એક મહિના સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહ્યું

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોર ગ્રુપની બેઠક બોલાવી હતી જેમાં સોમવાર 7 ફેબ્રુઆરીથી ઓફ લાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પહેલાં 31 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો, પણ ત્યાર બાદ આ પ્રતિબંધ વધારીને 5 ફેબ્રુઆરી સુધી કરાયો હતો. હાલ રાજ્યમાં કોરોનાના કેસોમા ઘટાડો થયો છે તેને ધ્યાનમાં રાખીને સરકારે વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી આ નિર્ણય લીધો છે. હવે સોમવાર 7મી ફેબ્રુઆરીથી કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 7 જાન્યુઆરીના રોજ ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું હતું અને હવે 7 ફેબ્રુઆરીના રોજ ફરીથી ઓફલાઈન શિક્ષણ શરૂ થવા જઈ રહ્યું છે. આમ એક મહિના સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહ્યું છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘણી એ ટ્વીટ કર્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ તેમની સૂચના પ્રમાણે કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા અને વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૦૭/૦૨/૨૦૨૨ થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯ નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.