Page Views: 48706

JEE એડવાન્સમાં પી પી સવાણી સ્કૂલનો દબદબો યથાવત- 40 વિદ્યાર્થી ક્વોલીફાય

ત્રણ વિદ્યાર્થીઓએ દેશભરમાં ડંકો વગાડ્યો

સુરત-(કિરીટ ત્રિવેદી દ્વારા-91735 32179)

     નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની ટોચની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ જેઈઈ એડવાન્સ પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સના ટોટલ ૪૦ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ એડવાન્સ પરીક્ષા ક્વોલીફાય કરી સમગ્ર સુરતમાં ડંકો વગાડ્યો છે. 

આ વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત બની હતી. આજ રોજ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે યોજાયેલ સન્માન સમારોહમાં સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ સવાણી દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તેમને આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા. અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.

દિવ્યાંગ એવા એક પગ ન હોવા છતા પણ મક્કમ મનોબળ રાખી પરિણામ પ્રાપ્ત કરી શકાય છે, એવુ JEE Main પરીક્ષામાં સમગ્ર દેશમાં 26મો ક્રમ પ્રાપ્ત કરનારા હર્ષ મગનભાઇ વાવડીયાએ જણાવ્યું હતું. તેણે પોતાની સફળતાનો શ્રેય સેન્ટરના સંચાલકો અને શિક્ષકોને આપ્યો હતો. સતત પ્રોત્સાહન અને માર્ગદર્શનને કારણે જ તેણે આ સફળતા મેળવી હોવાનું જણાવ્યું હતું. હર્ષના પિતા મગનભાઇ રત્નકલાકાર તરીકે કામ કરે છે અને માતા ગૃહીણી છે. હર્ષ મુળ અમરેલી જિલ્લાના વાંગધ્રા ગામનો વતની છે.  હર્ષને આઇઆઇટીમાંથી કોમ્પ્યુટર એન્જિનીયરીંગમાં અભ્યાસ કરવો છે. પટેલ તરલ મહેશભાઈ એ સમગ્ર ભારતમાં એસ.ટી. કેટેગરી માં ૪૩ મો તથા ચૌધરી મોહિત અવિનાશભાઈ૫૬૪ રેન્ક પ્રાપ્ત કરી સુરતનું ગૌરવ વધાર્યું છે..