Page Views: 7188

હવે અમદાવાદથી દિલ્હી વચ્ચે દોડાવાશે બુલેટ ટ્રેન

રાજ્યમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી

અમદાવાદ-વર્તમાનન્યૂઝ.કોમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈમું બુલેટ ટ્રેન બાદ હવે અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેનને  લીલી ઝંડી આપી દેવામાં આવી છે. અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન માટે ૮૮૬ કિમીની રેલ્વે લાઈન ચાર વર્ષમાં નાખી દેવામાં આવશે તેવું જણાવાવમાં આવી રહ્યું છે. ૩૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનાર બુલેટ ટ્રેનનાં કુલ ૧૫ સ્ટેશનો હશે. જેમાં ગુજરાતમાં ૩ સ્ટેશનો હશે, તો સૌથી વધારે સ્ટેશન રાજસ્થાનમાં રહેશે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગરમાં બુલેટ ટ્રેનનાં સ્ટેશન હશે. હાલમાં બુલેટ ટ્રેન માટે સર્વેની કામગીરી ચાલી રહી છે, જેમાં હેલિકોપ્ટર અને ડ્રોનનો સહારો લેવામાં આવી રહ્યો છે. અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા કાં અને અરવલ્લી જિલ્લામાંથીપસાર થનાર છે. આ ચાર જિલ્લાઓમાં જમીન સંપદન માટે કેન્દ્ર સરકાર ખાનગી કંપનીઓને સર્વેની કામગીરી સોંપી છે. અરવલ્લીના ભિલોડા સહિતના વિસ્તારોમાં હેલીકોપ્ટર અનેડ્રોન દ્વારા સર્વેની ર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અનેચાર જિલ્લાના ૭૦ ગામોમાંથી માં બુલે બુ ટ ટ્રેનની લાઈન નીકળશે આ ચારેય જિલ્લાઓમાં ૧૩૨.૬૮ કિમીની રેલવે લાઈન નખાશે.જો કે, સર્વેની કામગીરી અગાઉ જ ગામડાઓમાં વિરોધના વંટો વં ળ ઉભા થઈ રહ્યા છે.