Page Views: 17103

આ ચંદની પડવાએ સુમુલ દ્વારા ઉચ્ચ ગુણવત્તા યુક્ત 100 ટન ઘારીનું વેંચાણ કરાશે- નજીકના સુમુલ પાર્લરમાં બુક કરાવો ઓર્ડર

બજારમાં મળતી ઘારી કરતા સુમુલની ઘારી શુદ્ધ અને લો કેલેરીવાળી હોવાથી સુરતીઓની પ્રથમ પસંદગી છે સુમુલની ઘારી

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરતીઓનો સૌથી માનીતો અને પ્રિય તહેવાર એટલે ચંદની પડવો અને પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સુરતીઓ ચંદની પડવાની ઉજવણી માટે થનગની રહ્યા છે. ભૂસુ, ભજીયા અને ઘારી ખાઇને સુરતીઓ ચંદની પડવાની ઉજવણી કરે છે તેમાં પણ સુમલ ડેરી દ્વારા બનાવવામાં આવતી શુદ્ધ ઘી અને માવાની ઘારી સ્વાદપ્રિય સુરતીઓની પ્રથમ પસંદગી રહી છે. સુમુલ ડેરી દ્વારા આ વર્ષે અંદાજે 100 ટન ઘારી બનાવીને વેંચવાનું નક્કી કરવામાં આવ્યુ છે. ઉચ્ચ ગુણવત્તા યુક્ત ઘારીની શુદ્ધતા જળવાઇ રહે અને લો કેલેરીની ઘારી લોકો આરોગી શકે તેના માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે. સુમુલની 500 ગ્રામ ઘારીની કિંમત માત્ર રૂ.300 રાખવામાં આવી છે અને તેના માટે સુરત શહેરના તમામ વિસ્તારમાં આવેલા સુમુલ પાર્લરો ઉપર ઘારીનો ઓર્ડર લેવામાં આવી રહ્યો છે. પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ સુમુલ ડેરીની શુદ્ધ ઘારીનો સ્ટોક સમય કરતા વહેલો પુર્ણ થઇ જવાની સંભાવના વધારે છે એટલે શક્ય હોય ત્યાં સુધી વહેલી તકે સુમુલ પાર્લરમાં જઇને સુમુલની શુદ્ધ ઘારીનું બુકિંગ કરાવી દેવા માટે પણ શહેરીજનોને વિનંતી કરવામાં આવી છે.

બજારમાં મળતી ઘારી અને સુમુલની ઘારીમાં શું છે તફાવત એ જાણો....

બજારમાં વેચાતી ખુલ્લી ઘારી ગમે તેવા ભેળસેળ યુક્ત ખુલ્લા ઘીમાંથી બને છે ઘારી ઉપર ઘી જમાવવા માટે વેજીટેબલ ફેટ અથવા મીણનો ઉપયોગ કરવામાં આવે છે... જ્યારે સુમુલની ઘારી સુમુલ ડેરીના જ પ્લાન્ટમાં તૈયાર થયેલા શુદ્ધ એગમાર્ક યુક્ત ઘીમાંથી જ બને છે.

બજારમાં વેંચાણી ખુલ્લી ઘારીમાં વપરાતા ચણાના લોટનું કોઇ પ્રમાણ નથી હોતુ તથા તેમાં વિવિધ પ્રકારની દાળ કે ભેળસેળ કરીને ઘારી બનાવવામાં આવે છે...જ્યારે સુમુલ ઘારીમાં સુમુલ ડેરીના પ્લાન્ટમાં પોતાની મશીનો દ્વારા ચણાની દાલને દળીને કોઇ પણ રીતે માનવ સ્પર્શ રહિત ચણાનો લોટ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે.

બજારમાં વેચાતી ખુલ્લી ઘારીમાં વપરાતા સુકા મેવાની ણવત્તાની કોઇ ખાતરી નથી હોતી તથા પિસ્તાનો રંગ પ્રાપ્ત કરવા માટે કે કેસરના રંગ માટે લીલો પીળો કેમિકલ યુક્ત કલર વાપરવામાં આવતો હોય છે...જ્યારે સુમુલ ઘારીમાં લેબોરેટરી એપ્રુવડ ક્વોલિટીનાં યોગ્ય ચકાસણી થયેલા સુકામેવા વાપરવામાં આવે છે અને ઓરીજીનલ કેસરનો ઉપયોગ કરીને ઘારી બનાવવામાં આવે છે.

ઘારીમાં વપરાતુ બુરૂ બજારમાં તૈયાર મળે છે જેમાં ઘણીબધી અશુદ્ધી હોય છે જે નરી આંખે જોઇ શકાતી નથી...જ્યારે સુમુલ ઘારીમાં બુરૂ બનાવવા માટે ખાંડ ઓગાળીને ફિલ્ટર કરવામાં આવે છે જેથી સુક્ષ્મ અશુદ્ધીઓ ઘારીમાં આવતી નથી.

બજારમાં વેચાતી ખુલ્લી ઘારી ઘણાબધા લોકોના ખુલ્લા હાથમાંથી પસાર થાય છે જેથી સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે જ્યારે...સુમુલની ઘારી એ સંપુર્ણ માનવ સ્પર્શ રહિત છે જેથી સ્વાસ્થ્ય માટે સંપુર્ણ સુરક્ષીત છે જેના કારણે ઘારીના દરેક પીસમાં એક સમાન ગુણવત્તા જળવાઇ રહે છે.

બજારમાં લો કેલેરીવાળી તથા સ્વાસ્થ્યને અનુકુળ ઘારી ઉપલબ્ધ નથી જ્યારે...સુમુલ ડેરી દ્વારા રેગ્યુલર ઘારી ઉપરાંત હેલ્થ કોન્સીયસ તથા ડાયાબિટીસ અને ફાયબર થતા નેચરલ લો કેલેરી સ્વીટનરથી લો કેલેરીવાળી ઘારી અલગથી બનાવવામાં આવે છે.