Page Views: 5752

દેશમાં 2થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવા મહત્વનો નિર્ણય

ત્રીજી લહેરમાં બાળકોમાં કોરોનાના કેસની સંખ્યા નોંધપાત્ર રહી હોવાથી ઝડપથી નિર્ણય લેવાયો

નવી દિલ્હી-વર્તમાનન્યૂઝ.કોમ

સમગ્ર વિશ્વમાં છેલ્લા પોંણા બે વર્ષથી હાહાકાર મચાવનારા કોરોના સામે હવે બાળકોને પણ રસી આપવાની પરવાનગી કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ટુંક સમયમાં જ હવે 2થી 18 વર્ષનાં બાળકોને કોવેક્સિનની વેક્સિન આપી શકાશે. સરકાર દ્વારા આ મામલે મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે બાયોટેક અને ICMRએ મળીને કોવેક્સિન બનાવી છે. આ ભારતીય વેક્સિન છે. કોરોના વાઇરસ સામે Covaxin ક્લિનિકલ ટ્રાયલ્સમાં પણ અંદાજે 78 ટકા અસરકારક સાબિત થઈ છે. બાળકોના વેક્સિનેશનનો માર્ગ ખૂલી ગયો છે. કેન્દ્ર સરકારે 2થી 18 વર્ષનાં બાળકોના વેક્સિનેશનને મંજૂરી આપી છે. DCGIની મંજૂરી બાદ હવે બાળકોને Covaxinના ડોઝ આપવામાં આવશે. સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો ઝપટમાં આવશે એવી દહેશત વચ્ચે સરકારના આ નિર્ણયથી હવે બે થી અઢાર વર્ષની વયના બાળકોના વેક્સિનેશનનો કાર્યક્રમ પણ ઝડપભેર હાથ ધરવામાં આવશે અને તેનું આયોજન પણ કરવામાં આવશે.