Page Views: 3622

ત્રણ તબકકામાં છ દિવસ યોજાયેલા ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’ને જબ પ્રતિસાદ

શહેરની 195 જેટલી આત્મનિર્ભર મહિલાઓએ ભાગ લીધો

સુરત.વર્તમાનન્યૂઝ.કોમ

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના સંયુકત ઉપક્રમે પાલ રોડ સ્થિત હોટલ ટીજીબીની ગલીમાં સૂર્યમ રેસીડેન્સીની પાસે શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ વાડી ખાતે ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’યોજાયું હતું. પ્રથમ, બીજો અને ત્રીજો તબકકો મળી કુલ છ દિવસ યોજાયેલા એકઝીબીશનને શહેરીજનોનો જબરજસ્ત પ્રતિસાદ સાંપડયો હતો. 

આ એકઝીબીશનમાં દરેક તબકકામાં ૬પથી વધુ એમ કુલ છ દિવસ દરમ્યાન ૧૯પથી પણ વધુ મહિલા સાહસિકોએ સ્ટોલ લગાવી ભાગ લીધો હતો. મહિલા સાહસિકો દ્વારા એકઝીબીશનમાં ઓકસીડાઇઝડ જ્વેલરી, ટ્રેડીશનલ ડ્રેસીસ, ડિઝાઇનર ડ્રેસ મટિરિયલ, ઇમીટેશન જ્વેલરી, ડિઝાઇનર ચોકલેટ બોકસીસ અને એન્વેલપ્સ, બટવા, ટ્રેડીશનલ ફૂટવેર, મોબાઇલ કવર્સ, બેગ્સ, હોમ કેર એન્ડ ડેકોર પ્રોડકટ્‌સ, એમ્બ્રોઇડરી મટિરિયલ્સ અને હેન્ડી ક્રાફટ, આર્ટ એન્ડ ક્રાફટ, ગીફટ આઇટમ્સ, જયપુરી મટિરિયલ્સ, ડિઝાઇનર સારીઝ, તકીયા તેમજ તકીયાના કવર, રૂમાલ, ફૂડ આઇટમ્સ (ફાસ્ટ ફૂડ, નમકીન, મીઠાઇ, કેકસ, કપ કેકસ), લેમ્પ એન્ડ કેન્ડલસ, પૂજા થાળ, બ્યુટી પ્રોડકટ્‌સ, મહેંદી, કવીલીંગ આર્ટ, પટીયાલા, દુપટ્ટા, કુર્તી, કોટી, ડ્રાઇ કલીનર્સ વિગેરેનું વેચાણ કરવામાં આવ્યું હતું.