Page Views: 2243

ઓન્લી વન એન્ડ વન મિલેનિયમ સ્ટાર બીગ બી અમિતાભ બચ્ચન હેપ્પી બર્થ ડે

કવિ પિતા હરિવંશરાય બચ્ચનના શબ્દો હજુ પણ અમિતાભ ભુલ્યા નથી

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

અમિતાભ હરિવંશરાય શ્રીવાસ્તવબચ્ચનનો ૭૯મો જન્મ દિન. તેઓ ‘બોલીવૂડના શહેનશાહ’ છે અને સફળતા ઉપરાંત સામાન્ય પ્રેક્ષકના મનમાં અપ્રત્યાશિત માન ધરાવે છે. સિત્તેરના દાયકામાં ‘ઝંજીર’ અને ‘દીવાર’થી તેઓ ‘એન્ગ્રીયંગમેન’ રૂપે લોકપ્રિય થયા. જયારે મિલેનિયમ બદલાયું ત્યારે તેમને ‘સ્ટાર ઓફ મિલેનિયમ’ અને માનથી ‘બીગ બી’ રૂપે જોવાય છે. ચાર દાયકામાં તેમણે ૧૮૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં તેમને સૌથી મહાન અને સૌથી વધુ અસરકારક અભિનેતા રૂપે જોવાય છે. છેક સિત્તેર-એંશીના દાયકાથી તેમને માટે ‘વન મેન ઇન્ડસ્ટ્રી’ તરીકે ઉલ્લેખ થાય છે.

તેમને સરકાર અનેક રીતે માન આપે છે. શ્રેષ્ઠ અભિનેતાના નેશનલ ફિલ્મ એવોર્ડ્સ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ્સમાંતેમને સન્માન મળે છે. ફિલ્મફેર દ્વારા તેમને સૌથી વધુ ૪૦ નામાંકન મળ્યાં છે અને તેમાંથી પંદર ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે. અભિનેતા ઉપરાંત તેઓ સૌથી અસરકારક ટેલિવિઝન પ્રેઝન્ટર છે.હાલ તેઓ ‘કૌન બનેગાકરોડપતિ’ની વધુ એક ૧૧મી સીઝનનું સંચાલન કરે છે.આ શ્રેણીમાં તેમને દર એપિસોડ દીઠ રૂ. ત્રણ કરોડની ફી મળે છે, જે કોઈ એક એન્કરને મળતું સૌથી મોટું મહેનતાણું છે. ક્યારેક તેઓ ગાય પણ છે. એંશીના દાયકામાં તેઓ રાજકારણમાં સક્રિય થઇ પરત થયા હતા. જે તે સમયે તેમનું નામ બોફોર્સ કાંડમાં ઉછળ્યું હતું અને ત્યારે પિતા હરિવંશરાય બચ્ચને તેમને કહ્યું હતું કે, અગર તુને ગલત કામ કિયા હૈ તો ફીર ઇશ્વરભી તેરી મદદ નહીં કર શકતે હૈ, જીવનના ખરાબ સમયમાં તેઓ હંમેશા પિતાના કાવ્યો વાંચીને પ્રેરણા મેળવતા રહ્યા હતા. સરકારે તેમને ૧૯૮૪માં પદ્મશ્રી, ૨૦૦૧માં પદ્મભૂષણ અને ૨૦૧૫માં પદ્મવિભૂષણથીનવાજ્યાછે. હાલ તેમને દેશનું સૌથી મોટું સિને સન્માન ‘દાદાસાહેબફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે. ફ્રાંસ સરકારે અમિતાભને તેમના સિનેમા અને અન્ય ક્ષેત્રે અસાધારણ પ્રદાન માટે તેમના સર્વોચ્ચ સિવિલિયન સન્માન ‘નાઈટ ઓફ ધ લેજીઓન ઓફ ઓનર’થી ૨૦૦૭માં સન્માન કર્યું હતું. ૨૦૧૩માં તેમણે હોલીવૂડની ‘ધ ગ્રેટગેટ્સબી’માં બિન ભારતીય જ્યુઇશ પાત્ર ભજવ્યું હતું.

અલ્હાબાદમાં તેમનો જાણીતા કવિ પિતાશ્રી હરિવંશ રાય બચ્ચન અને પંજાબી માતા તેજી બચ્ચનને ત્યાં ૧૧ ઓક્ટોબર, ૧૯૪૨ના રોજ જન્મ થયો હતો. તેમનું પહેલું નામ ‘ઇન્કિલાબ’ હતું. પિતાના સાથી કવિ સુમિત્રાનંદન પંતે ‘અમિતાભ’ નામ સૂચવ્યું, જેનો અર્થ થાય છે, ‘કદી ન બુઝે એવો પ્રકાશ’. ‘બચ્ચન’ એમના કવિ પિતાનું તખલ્લુસ છે, જેનો અર્થ છે, ‘બાળક જેવું’. અમિતાભ શેરવૂડ કોલેજ, નૈનીતાલના પૂર્વ વિદ્યાર્થી છે. પછી તેઓ દિલ્હીની કીરોરીમલ કોલેજમાં પણ ભણ્યા છે.

અમિતાભે અભિનેત્રી જયા ભાદુરી સાથે લગ્ન કર્યા અને તેમને બે સંતાન, દીકરી શ્વેતા નંદા (વેપારી નિખીલનંદાના પત્ની) અને અભિનેતા દીકરા અભિષેક, જે અભિનેત્રી અને વિશ્વ સુંદરી ઐશ્વર્યારાયના પતિ છે.

તેઓ વારંવાર ગરીબ ખેડૂતોના દેવા ચૂકવીને તેમને મુક્તિ આપતા જોવા મળ્યા છે. બાળકીઓના ઉત્થાન માટે તેઓ દાન આપે છે, મહારાષ્ટ્રના પોલીસ માટે દાન આપે છે, દેશને પોલિયો મુક્ત કરવાનો હોય, ‘સેવ ટાઈગર’ પ્રોજેક્ટ હોય કે ‘ગુજરાત પ્રવાસન’નો વિકાસ હોય અમિતાભ પહેલી પસંદ બને છે. ‘જસ્ટડાયલ’ની દસ ટકા મૂડી રોકીને તેમણે ૪૬૦૦ ટકા નફો મેળવ્યો હતો. ફાઈનાન્સિયલ કોમ્પ્યુટીંગ ક્લાઉડ માટે તેમણે મોટું રોકાણ કર્યું છે. અમેરિકાની મેરેડિયન ટેક કંપનીના તેમના પરિવારે  ૨૫૨,૦૦૦ ડોલરના શેર લીધાં છે.

અમિતાભ હંમેશા યાદ રહેશે તેમની આનંદ, નમક હરામ, અમર અકબરએન્થની, ડોન, અગ્નિપથ, હમ, શરાબી, મોહબ્બતે, અશ્ક, બ્લેક, પા, પિકુ કે હાલની પિંક જેવી ફિલ્મોથી. હાલ તેમની ‘કૌન બનેગા કરોડપતિક્વિઝ ટીવી શ્રેણીની વધુ એક સીઝન ધૂમ મચાવે છે.

અમિતાભના યાદગાર ગીતો: યેકહાં આ ગયે હમ (સિલસિલા), મેરે પાસ આઓ મેરે દોસ્તો (મિ. નટવરલાલ), ઓ સાથી રે (મુકદ્દર કા સિકંદર), જુમ્માચુમ્મા દે દે (હમ), માય નેમ ઈઝ એન્થની (અમરઅકબરએન્થની), ખઈ કે પાન બનારસવાલા (ડોન), તેરે મેરે મિલન કી યેરૈના (અભિમાન), કી પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી થી (નમક હલાલ), દિલબર મેરે (સત્તે પે સત્તા), સે શાવાશાવા (કભી ખુશી કભી ગમ), મંઝીલે અપની જગહ હૈ (શરાબી), બડી સુનીસુની હૈ (મિલી), પ્યાર હમેકિસ મોડ પે (સત્તે પે સત્તે), મૈયહાં તું વહાં (બાગબાન).