Page Views: 7297

સેવા ગ્રુપ દ્વારા માનસિક રીતે બિમાર બાળકોના પરિવરને અનાજ કીટ આપવામાં આવી

દર મહિને સેવા ગ્રુપ દ્વારા જરૂરીયાતમંદ હોય એવા છેવાડાના લોકોને મદદ કરવામાં આવે છે

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરમાં અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સેવા ગ્રુપ દ્વારા શહેરના રૂસ્તમપુરા સીંગાપુરીની વાડી ખાતે મંદ બુધ્ધીના બાળકોના પરિવારોને અનાજ કીટ આપવા સાથે મનોરંજન પુર્ણ કર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સેવા ગ્રુપના પ્રમુખ ગીતાબેન પુજારાના જણાવ્યા પ્રમાણે, રૂસ્તમપુરા સીંગાપુરીની વાડી ખાતે સુરત ક્ષત્રિય મહિલા મંડળ ટ્રસ્ટ દ્વારા મંદ બુધ્ધીના બાળકોનું તાલિમ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ કેન્દ્રમાં આવતા ગરીબ પરિવારના બાળકોના પરિવારને અનાજ કરિયાણાની આવશ્યકતા હોવાનું ધ્યાન પર આવતા ગત રોજ પ્રથમ નવરાત્રીના દિવસે સેવા ગ્રુપ દ્વારા 30 બાળકોના પરિવારને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં બાળકો અને તેમના પરિવારજનોને મનોરંજન પુરૂ પાડવા માટે કઠપુતળીના ખેલ પણ બતાવવામાં આવ્યા હતા. સેવા ગ્રુપ દ્વારા થતી સેવા પ્રવૃત્તિમાન તમામ લોકોનો વધુને વધુ સહકાર મળી રહ્યો છે. ગત રોજના કાર્યક્રમમાં ગીતા પુજારા ની ટીમ ના મીતા દવે, ભરત ભાઈ જાની, હેમા બેન પાઠક, રાસીક ભાઈ સોઢા,ટીના મહેતા,સરોજ બેન દોરીવાળા, ધર્મેશ ભાઈ ડુમસીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.