Page Views: 9417

સુરત હજુ પણ ખુબ સુરત રીતે આગળ વધશે- સુઝાન ખાન

પેરેડાઇઝ સિરામિકના ઉદઘાટનમાં આવેલી સુઝાન ખાન પ્રથમ વખત સુરતમાં આવી અને શહેરનો વિકાસ જોઇ આનંદ વ્યક્ત કર્યો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

હિન્દી ફિલ્મોના જાણીતા સુપર સ્ટાર સંજય ખાનની પુત્રી અને ફેશન ડિઝાઇનર કમ ઇન્ટીરીયર ડિઝાઇનર સુઝાન ખાન સુરત ખાતે બમરોલી રોડ પર આવેલા પેરેડાઇઝ સિરામિકના ઉદઘાટન પ્રસંગે પધારી હતી. સુરતની મુલાકાતે આવેલી સુઝાન ખાતે કહ્યું હતું કે, તે પ્રથમ વખત જ સુરત આવી છે સુરત શહેર આટલુ સુંદર છે તેની તેને કલ્પના ન હતી. મુંબઇથી બિલકુલ નજીક આવેલુ સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ માટે જાણીતું છે પરંતુ તેનું જમણ પણ એટલુ જ વખણાય છે એટલે આજે સુરતના જમણની પણ મોજ માણવાની છે. ખાસ કરીને સુરત શહેરે છેલ્લ ત્રણ દાયકામા જે રીતે વિકાસ કર્યો છે તે ખરેખર અદભૂત છે એવુ પણ સુઝાન ખાને કહ્યું હતું અને આગામી દિવસોમાં સુરત શહેર હજુ પણ ખુબ આગળ વધશે. શહેરના લોકો ઉદ્યમી છે અને તેમનામાં વેપાર ઉદ્યોગને આગળ ધપાવવાની એક અનોખી કુનેહ છે.

સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ પર સોસીયો સર્કલ નજીક બમરોલી રોડ સ્થિત રોટલીવાલા કમ્પાઉન્ડ, કોમલ સર્કલ નજીક પેરેડાઇઝ સિરામિકનું ઉદઘાટન સુઝાન ખાનના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું. પેરેડાઇઝ સિરામિકના ઓનર ચિરાગ પારેખે જણાવ્યું હતું કે, સુઝાન ખાન ક્રિસીલ સિન્કની બ્રાન્ડ એમ્બેસેડર છે અને પેરેડાઇઝ સિરામિક ખાતે વિશ્વની બેસ્ટ બાથરૂમ ફિટીંગ કંપની કોલર, ડેલ્ટા, વિતરા, બ્રીજો, જેગુઆર, ક્લોસ્ટોન સહિતની કંપનીના નળ, ટોયલેટ બ્લોક, વિવિધ પ્રકારની ટાઇલ્સ સહિતની વર્લ્ડ બેસ્ટ રેન્જનું ઇન્ટીરીયર ડિઝાઇન રિલેટેડ મટીરીયલ શહેરીજનોને મળી રહેશે. મધ્યમથી લઇને ઉંચી રેન્જની આ તમામ સામગ્રી એક જ વિશ્વાસપાત્ર સ્થળ પરથી ખરીદી શકાય એ હેતુ સાથે જ આ વિશાળ શો રૂમ શરૂ કરવામાં આવ્યાનું તેમણે જણાવ્યું હતું.