Page Views: 38184

હીરા ઉદ્યોગના અગ્રણી ગોવિંદ ધોળકિયાનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયુ

હરણીયાના ઓપરેશન દરમ્યાન ગોવિંદકાકાનું લિવર ડેમેજ થયું હતું અને થોડા સમય પહેલા કમળાની બિમારી થવાને કારણે લિવરમાં વધારે સમસ્યા થઇ હોવાથી લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરતના એસઆરકે ગ્રુપના અગ્રણી હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના 3 વર્ષથી ખરાબ થયેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં છે. કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગોવિંદભાઈ પર 9 કલાક સુધી લિવર ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. દેશ વિદેશના તબીબોની સલાહ લઈને આખરે 2 હજારથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડો. રવિ મોહનકાએ તેમનું ઓપરેશન કર્યુ હતું. ગોવિંદભાઈ ધોળકિયાનું વર્ષ 2018થી લિવર ખરાબ થયું હોવાનું સામે આવ્યું હતું. હરણિયાના ઓપરેશન વખતે લિવર ખરાબ હોવાનું નિદાન થયું હતું. જો કે, બે મહિના પહેલા તેમને કમળાની બીમારી થઈ હતી. ત્યારબાદ લિવર વધારે ડેમેજ થયું હતું  જેથી લિવરને ટ્રાન્સપાલન્ટ કરાવવું જ ઉચિત હોવાનું તબીબોએ કહ્યું હતું. ગોવિંદભાઈના ઓપરેશનને લઈને હૈદરાબાદ,ચેન્નાઈ, મુંબઈ, લંડન હોસ્પિટલના ડોક્ટરોની સલાહ સૂચન બાદ ઓપરેશન સુરતની કિરણ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરીમાં 20 વર્ષનો અનુભવ ધરાવતા ડોક્ટર રવિ મોહનકા અને તેમની ટીમે સતત નવ કલાક સુધી ઓપરેશન હાથ ધરીને ગોવિંદભાઇ ધોળકિયાનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, સુરત સહિત સમગ્ર હીરા ઉદ્યોગમાં કાકાના  હુલામણા નામથી ઓળખાતા ગોવિંદભાઇ ધોળકિયા તેમના સમાજ ઉપયોગી કાર્યો માટે જાણીતા છે અને તેમના દ્વારા અનેક સેવાકિય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.